ધરપકડ:નંબર વગરની સ્વીફ્ટમાં મધરાતે દારૂની હેરાફેરી ઝડપાઇ,ભુજના 2 શખ્સ ગિરફતમાં

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડકી ત્રણ રસ્તે થયેલી કાર્યવાહીમાં 1.13 લાખના શરાબ સાથે 5.53 લાખનો મુદામાલ ઝડપાયો

છેલ્લા કેટલાક સમયથી ભુજમાં વધેલી દારૂની બદી વચ્ચે એલસીબીએ નંબર વગરની ગાડીમાં દારૂની હેરાફેરીની પ્રવુતિ ઝડપી પાડી હતી.જેમાં ભુજના બે શખ્સો 1.17 લાખના શરાબ સાથે પકડાઈ ગયા હતા. એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,કોડકી ગામથી ભુજ તરફ આવતા ત્રણ રસ્તા પાસે દારૂ લઈને શખ્સ આવતો હોવાની બાતમીના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં જુની રાવલવાડીમાં રહેતો ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા અને જેષ્ઠાનગરમાં ગણેશચોકની બાજુમાં રહેતો હિરેનગર ઉર્ફે બાટલી રમેશગર ગુંંસાઈ ઝડપાઈ ગયા હતા.

આરોપી ભગીરથ બ્લુ કલરની નંબર વગરની સ્વીફ્ટ ગાડીની ડીકી અને પાછળની સીટમાંથી દારૂ લઈને આવ્યો હતો અને આ માલ લેવા એક્ટિવા લઈને હિરેન આવ્યો હતો એલસીબીને જોઈને બંને ભાગવા જતા હતા પણ ઝડપાઇ ગયા હતા.

આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 264 બોટલ કી. રૂ.1.17 લાખ તેમજ મોબાઈલ, એક્ટીવા નંબર જી.જે. 12 ઈડી 4530 કિ.રૂા. 25 હજાર તેમજ નંબર વગરની સ્વીફટ ગાડી કિ.રૂા. 4 લાખ મળી કુલ રૂપિયા 5.52 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે માનકૂવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.આ બનાવની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી. સરવૈયાને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...