આંદોલન:લોકસાહિત્યકારની જીભ લપસી, અનુસૂચિત જાતિ માટે ઉચ્ચાર્યા અનુચિત શબ્દો

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા અરજી લેવાઈ, પછી ફરિયાદની ના કહી દેતા દલિત અધિકાર મંચે રાત્રે એ ડિવિઝનની બહાર ધરણા શરૂ કર્યા
  • મિરજાપરમાં હોસ્ટેલના લોકાર્પણમાં આયોજિત કાર્યક્રમમાં બન્યો બનાવ

શહેરમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નિર્મિત છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં લોકસાહિત્યકાર યોગેશ બોકસાની જીભ લપસી હતી અને અનુસૂચિત જાતિ માટે અયોગ્ય શબ્દ ઉચ્ચારતા તેનો વિડિઓ પણ વાયરલ થયો હતો.

યોગેશ બોકસા
યોગેશ બોકસા

જે અનુસંધાને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાજપ સાથે જોડાયેલા લોકસાહિત્યકાર યોગેશ બોકસા સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે એ ડિવિઝન પોલીસ મથક બહાર ધરણા કર્યા હતા.જોકે પોલીસે પહેલા ફરિયાદ લીધી અને બાદમાં ના કહી દેતા મંચ દ્વારા મોડી રાત્રે ફરી ધરણા કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે,અમે યોગેશ બોકસા સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે એ ડિવિઝનની બહાર ધરણા કર્યા હતા પણ ફરિયાદ ન નોંધાતા અમે કાર્યક્રમ સ્થળે વિરોધ કરવા ગયા ત્યારે રસ્તામાં ડીવાયએસપી પંચાલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે તેવી મૌખિક બાંયધરી અપાઈ હતી.જેથી પરત આવતા પોલીસે વિશાલ પંડયા કે જે કાર્યક્રમમાં હાજર હતા તેની ફરિયાદ લખી હતી પણ બાદમાં નોંધવામાં આવી નથી.

એ ડિવિઝન પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દેતા રાત્રે 10 વાગ્યાથી ધરણા કરાયા છે જ્યાં સુધી ગુનો નહિ નોંધાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. નરેશ મહેશ્વરી,રમણીક ગરવા, વિશાલ પંડ્યા, ઇકબાલ જત, ભાવેશ બળિયા, શાંતિ મહેશ્વરી, ભરત મહેશ્વરી, મનોજ દનીચા, સની વણકર વગેરે ધરણા પર બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...