સુવિધા:કોટેશ્વર મંદિરમાં હવે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ

નારાયણ સરોવર15 દિવસ પહેલાલેખક: નયન જોષી
  • કૉપી લિંક

અરબ સાગર કિનારે આવેલા પ્રાચીન કોટેશ્વર મંદિરમાં હાલ ગુજરાત વિકાસ બોર્ડ દ્વારા રીનોવેશન હાથ ધરાતા મંદિર સંકુલ સહિતની સુવિધા તેમજ સુંદરતામાં વધારો થયો છે. ટેકરા પર મંદિર હોવાથી પહેલા વૃદ્ધ તેમજ વિકલાંગો યાત્રિકોને પગથિયા ચઢાવવામાં મુશ્કેલી પડતી હતી.

હાલ લિફ્ટ લાગી જતા તેઓને સહેલાઈ રહે છે. નિજ મંદિર સુંદર બનાવવા સાથે મંદિરના દક્ષિણે વિશાલ મેદાનમાં પેરલ બ્લોક નાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ ત્યાંથી દરિયા નિહાળવા સાથે વિશાળ મંદિર જોવાનો લ્હાવો લઈ શકે છે. મંદિરની બાજુમાં ગેસ્ટ રૂમ, પૂજારી રૂમ તેમજ યાત્રિકો મંદિરમાં દર્શન માટે અંદર-બહાર નીકળી શકે સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રાવણ માસ શરૂ થવાથી યાત્રિકોને કોટેશ્વર મંદિરના દર્શનનો સારો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...