224 વર્ષ પૂર્વે વર્ષ 1799ના સૌરાષ્ટ્રના વીરપુર ગામે જન્મેલા સંત શોરોમણી જલારામ બાપા એટલે સેવા પરોપકારનું ઉત્તમ ઉદાહરણ. સમાજ કલ્યાણના ભેખધારી બાપાના કર્મો આજે પણ વીરપુર ખાતે સાબૂત છે. જ્યાં 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ' પંક્તિને ચરિતાર્થ થતું જોવા મળે છે. એવા વિશ્વના પ્રથમ મંદિર કે જ્યાં દાનપેટીમાં કે ધર્માદા પેટે એક પણ પૈસો ના લેવાની શરૂઆત કરી. બાપાના સદવિચારથી શરૂ થયેલી સેવા આજેય અવિરત ચાલુ છે. તેથી હંમેશા માનવે સદવિચાર કેળવવા જોઈએ એવી શીખ નખત્રાણા લોહાણા મહાજન દ્વારા સમાંજવાડી ખાતે ચાલતી જલારામ જીવન ગાથા દરમિયાન વ્યસપીઠેથી વક્તા ગિરિબાપુએ શ્રોતાગણ સમક્ષ આપી હતી.
નખત્રાણા લોહાણા મહાજન દ્વારા સમાજવાડી ખાતે આયોજિત જલારામ ગાથાના 5 દિવસે શ્રોતાગણોમા બહેનો અને ભાઈઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. કથા દરમ્યાન દાતા પરિવાર દ્વારા દરરોજ ગાયો માટે લીલો ચારાનું નિરણ આપવામાં આવે છે. જેમાં શિવ રાજદે સેવા આપે છે.સાઈ જલારામ સમિતિ, લોહાણા મહાજન, લોહાના યુવક મંડળ અને લોહાણા મહિલા મંડળ વગેરે જહેમત ઉઠાવી રહયા છે.
કથા પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલા પચાયત પ્રમુખ પારુલબેન કારા, દેવીમાં ચંદુમાં, નખત્રાણા સરપચ રિદ્ધિબેન વાઘેલા, લોહાણા મહાજન પ્રમુખ રાજુ પલણ, અર્જુન દેવસિંહ ચુડાસમા, નયનાબેન પટેલ, ચેતન ઠકકર, ઓધવજી ઠકકર, જગદીશ ઠકકર, વિશનજી ઠકકર, કારુભા ગોહિલ, નીતિન રાજદે, નીતિન ઠકકર, ચેતન ઠકકર, મહેન્દ્ર ઠકકર, પ્રાગજી અનમ, મહેન્દ્ર પલન, સ્વીટીબેન રાજદે, જાગ્રતીબેન ઠકકર, જીલા ભાજપ મહિલા મોરચાના ગોદાવરીબેન ઠકકર, મિતાબેન ઠકકર, મીરાબેન ચેતન ઠકકર, હેતલબેન ઠકકર, રાખીબેન પલન, સંધ્યાબેન પલન વગેરે જલારામ બાપાના જીવન ચરિત્ર કથા પ્રસંગે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.