દીપડાએ દેખા દીધી:અબડાસાના સિયાચરની સિમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહલો

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના ચીયાસર સિમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે દીપડો દેખાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રે સિમ વિસ્તારમાં ખેડૂત ઈજાજ બાફન અને હમિદ બાફન પોતાના ખેતરમાં હતા ત્યારે દીપડો જોવાં મળ્યો હતો. જેની જાણ ગ્રામજનોને કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.
અગાઉ હિંશક પ્રાણીએ છ જેટલા ઉટનું મારણ કર્યું
આ અંગે ગામના મહેન્દ્ર ગજરાએ કહ્યું હતું કે, અબડાસા વિસ્તારમાં આ વર્ષે હિંશક પ્રાણીના બે હુમલાના બનાવમાં 8 ઊંટના મરણ થયા હતા. બે મહિના પહેલા ખારુંવા ગામના ગરીબ માલધારીના છ જેટલા ઉટનું મારણ કર્યું હતું. ત્યારે ફરી આ વિસ્તારમાં દીપડો દેખાતા માલધારી અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
માલધારી વર્ગમાં ચિંતાનું વાતાવરણ
​​​​​​​
કચ્છની પશ્ચિમ સરહદે આવેલા અબડાસા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં અવારનવાર જંગલી જાનવર દ્વારા પશુઓ ઉપર હિંશક હુમલાના બનાવ બની ચુક્યા છે. ત્યારે ગત રાત્રિના સિયાચર ગામની સિમમાં દીપડાએ દેખા દેતા આસપાસના લોકોમાં ફરી ભયનો માહોલ છવાયો છે. ખાસ કરીને સિમ વિસ્તારમાં પશુઓને ચરિયણ માટે લઈ જતા માલધારી વર્ગમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...