ભાસ્કર વિશેષ:ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર LED બલ્બ લાગશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા, પુલ, સ્કાયવોક, દરિયાકિનારા કાયમીસ્વરૂપે લાઈટ્સથી ઝળહળશે

મુંબઈને છબી નિખારવા માટે મહાપાલિકાએ શરૂ કરેલા મુંબઈના સુશોભીકરણ પ્રકલ્પ અંતર્ગત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઝળહળા થશે. આ હાઈવે પરની તમામ સ્ટ્રીટલાઈટ માટે એલઈડી બલ્બ વાપરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા એના માટે 63 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. મુંબઈ સુશોભીકરણ પ્રકલ્પ અંતર્ગત સંપૂર્ણ મુંબઈને લાઈટ્સથી ઝળહળાં કરવાનું મહાપાલિકાએ નક્કી કર્યું છે. રસ્તા, પુલ, સ્કાયવોક, સમુદ્રકિનારે લાઈટ્સની કાયમીસ્વરૂપે ઝળહળાટ કરવામાં આવશે. મુંબઈમાં એક પણ જગ્યા અંધારાવાળી રહે નહીં એ દષ્ટિએ લાઈટ્સ લગાડવામાં આવશે.

આ પ્રકલ્પ અંતર્ગત રસ્તા, પુલ, ફૂટપાથ, ટ્રાફિક આઈલેન્ડ, સમુદ્રકિનારા, ઉદ્યાન વગેરે સાર્વજનિક ઠેકાણે સ્વચ્છતા, સુધારા, સુશોભીકરણ, આકર્ષક લાઈટિંગ જેવા કામ કરવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી 50 ટકા કામ પૂરું કરવાનું નિયોજન કરવામાં આવી રહ્યું છે. 16 પ્રકારના વિવિધ કામ આ સુશોભીકરણ અંતર્ગત કરવામાં આવશે. એમાં સ્વચ્છતાગૃહ બાંધવા, મિયાવાકી વૃક્ષનું વાવેતર, ગેટ વે ઓફ ઈંડિયા પરિસરનું સુશોભીકરણ, ટ્રાફિક આઈલેન્ડનું સુશોભીકરણ જેવા કામ સાથે લાઈટિંગ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે. આ પ્રકલ્પ કુલ 1729 કરોડ રૂપિયાનો છે.

એમાંથી 939 કરોડ રૂપિયાનું ભંડોળ વોર્ડના સ્તરે આપવામાં આવશે. રસ્તા, પુલ, ઉદ્યાન કક્ષ જેવા મધ્યવર્તી યંત્રણા પર 790 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બધા કામમાંથી અડધા કામ ડિસેમ્બર 2022 સુધી પૂરા કરવાનો ઉદ્દેશ છે. તમામ કામ પૂરા કરવા માટે માર્ચ 2023 સુધીની મુદત આપવામાં આવી છે. ફ્લાયઓવર, સ્કાયવોક પર અંધારુ દૂર કરવા માટે સ્પેશિયલ લાઈટ્સ લગાડવામાં આવશે. તેમ જ ટ્રાફિક આઈલેન્ડ, રસ્તા, ફૂટપાથ પર પણ રાતના સમયે સારા પ્રમાણમાં ઉજાસ રહે એની તકેદારી રાખવામાં આવશે.

કયા કામ માટે કેટલો ખર્ચ?
ફૂટપાથમાં સુધારા કરવા 60 કરોડ રૂપિયા, સ્કાયવોક પર લાઈટ્સ લગાડવા 40 કરોડ, સમુદ્રકિનારે લાઈટિંગ માટે 25 કરોડ, ઉદ્યાનોનું સુશોભીકરણ અને લાઈટ્સ લગાડવા માટે 15 કરોડ, જાહેરાત માટે હોર્ડિંગ 10 કરોડ, કિલ્લાઓ પર લાઈટિંગ 25 કરોડ, ગેટ વે ઓફ ઈંડિયાના સુશોભીકરણ માટે 20 કરોડ, મિયાવાકી વૃક્ષોના વાવેતર માટે 2 કરોડ, સ્વચ્છતા માટે મશીન ઉપકરણો 15 કરોડ અને સુવિધા શૌચાલયની નિર્મિતી માટે 78 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...