સામાન્ય સભા:15મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીમાં વહાલા દવલા છોડો, દરેકને સમાન રકમ ફાળવો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાળવણીમાં કોઈને વાંધો નથી એવું કહી સભા સમેટવા જતા વિપક્ષે વિરોધ કર્યો
  • ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચની ગ્રાન્ટના કામો મંજુર

ભુજ તાલુકા પંચાયતમાં સોમવારે વાર્ષિક હિસાબો ઉપરાંત 15મા નાણાપંચની ગ્રાન્ટની ફાળવણીના હિસાબો રજુ કરાયા હતા, જેમાં કોઈને વાંધો નથી અેવું કહી સામાન્ય સભા સમેટવા જતા વિપક્ષે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, વહાલા દવલા છોડો. કોઈને 2-3 લાખ અને કોઈને 5-6 લાખ. અેવો ભેદ ન હોવો જોઈઅે. દરેક સદસ્યના ક્ષેત્રમાં સમાન ગ્રાન્ટ ફાળવો. ભુજ તાલુકા પંચાયતને 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 3.80 કરોડ ફાળવાયા છે, જેમાં 30 ટકા પાણી અને 30 ટકા સફાઈ ઉપરાંત બાકી રહેતા 40 ટકા વહીવટી કામમાં ઉપયોગી વિકાસ કામો માટે ખર્ચવાનો હિસાબો રજુ કરાયો હતો.

અે સિવાય હિસાબી વર્ષ 2021/22ના 1 અબજ 54 કરોડ 95 લાખ 30 હજાર 977 રૂપિયાના વાર્ષિક હિસાબોને પણ બહાલી અાપવામાં અાવી હતી, જેમાં ઉઘડતી સિલક 28 કરોડ 18 લાખ 80 હજાર 797 અને બંધ સિલક 22 કરોડ 54 લાખ 57 હજાર 130 રૂપિયા બતાવાઈ હતી. જે હિસાબ જિલ્લા પંચાયતની હિસાબી શાખાને મોકલાઈ ગયા છે. જેને બહાલી અાપવામાં અાવી હતી.

તાલુકાની માસિક આવક જાવક

માસઆવકખર્ચ
જાન્યુઆરી108646555105578115
ફેબ્રુઆરી131262363105461715
માર્ચ130545276141385458
એપ્રિલ2274603391010237739
મે129277673149707097
અન્ય સમાચારો પણ છે...