મુન્દ્રાના આશિયાના ટાઉનશીપમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એલસીબીએ પરપ્રાંતીય ઇસમની ધરપકડ કરી છે.સોનાના દાગીના સહીત 3.80 લાખની ચોરીના બનાવમાં અન્ય છ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મુન્દ્રાના આશિયાના ટાઉનશીપમાં થયેલ રૂપિયા 3.80 લાખની ચોરીમાં સંડોવાયેલ ઇસમ મુકેશ ભગુ વાસકેલા રહે.હાલે ફરાદી મૂળ મધ્યપ્રદેશ વાળો ફરાદી તલવાણા રોડ પર આવેલ સામીયો મિનરલ્સ પ્રા.લી.બેન્ટોનાઈટની મિલમાં કામ કરે છે.
બનાવ બાદ આરોપી ચારેક દિવસ ગુમ હોવાથી તેની વર્તણુક યોગ્ય ન જણાતા પોલીસે બાતમીને અધરે સ્થળ પર જઈ તપસ કરતા પરપ્રાંતીય ઇસમ હાજર મળી આવ્યો હતો.જેની પૂછપરછ કરતા પોતે ચોરીના ગુનામાં અન્ય શખ્સો સાથે સામેલ હોવાનું કબુલ કર્યું હતું.પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 હજાર કબ્જે કરી અટકાયત કરી હતી.
આ ઉપરાંત ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય છ આરોપી ઉદયસિંગ ગણેસિંગ ઓસનીયા,માનસિંગ ઉર્ફે માન્યો ઉર્ફે ગોટ્યો બાઈસિંગ મોહણીયા,રાયસિંગ બાઈસિંગ મોહણીયા,નાનકો બાઈસિંગ મોહણીયા,છગન માનસિંગ મેડા અને કાર ચાલક ભારત સહિતના આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ચીભડચોરી સાથે બંધ મકાનોને નિશાન બનાવાઇ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલીંગ ઇચ્છનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.