ભુજના સુરલભીટ નજીકથી એલસીબીએ ત્રણ કેબલ ચોરને મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આરોપીઓ ગઢશીશા વિસ્તારમાં ચોરી કરી રૂપિયા 33 હજારની કિમતના 550 કિલો એલ્યુમીનીયમ કેબલ બોલેરોમાં ભરી વેચવા આવતા હતા.
પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઈસમો જી.જી.12 એજેડ 8419 નંબરની બોલેરો ગાડીમાં શંકાસ્પદ એલ્યુમીનીયમના વાયર ભરી સુરલભીટ પાછળ કાચા રસ્તે નીકળવાના છે.
બાતમીને આધારે સ્થાનિકે વોચ રાખતા મળેલ બાતમી મુજબ બોલેરો ગાડી આવતા તેને ઉભી રખાવી ગાડીમાં તપાસ કરતા વીજપોલના એલ્યુમીનીયમ વાયરના ગૂંચળા ભરેલા હતા.એલસીબીએ બોલેરો ગાડીમાં બેઠેલા આરોપી હનીફ કાસમ કુંભાર,રહે.ભુતેશ્વર વિસ્તાર,ભુજ,અબ્બાસ અલીમામદ કકલ,રહે.કુંભાર ફળિયું,ભુજ અને ભારાપરના ઇકબાલ સુમાર હાલેપૌત્રાને ગાડીમાં રાખેલ રૂપિયા 33 હજારની કિમતના 550 કિલો એલ્યુમીનીયમ કેબલ બાબતે પૂછતા ત્રણે આરોપીઓએ સાથે મળી ગઢશીશા વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું કબુલ્યું હતું.
એલસીબીએ ત્રણે આરોપીઓ સહીત મુદ્દામાલ કબ્જે કરી ગઢશીશા પોલીસ મથકે નોધાયેલ કેબલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.આરોપીઓએ ચોરાઉ કેબલ ભુજના કુંભાર ફળિયામાં રહેતા સુલતાન કુંભારને વેચવાનું જણાવતા પોલીસે માલ ખરીદનાર સામે ગુનો નોધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.