નોંધણી:કચ્છમાં વચનોની લહાણી સાથે ‘આપ’ના રોજગાર ગેરંટી કાર્ડ લોંચ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 સપ્ટે. સુધી કાર્યકરોને ટ્રેનિંગ, 4થી તારીખથી નોંધણી
  • ગ્રા.પં.ને વર્ષે 10 લાખ ગ્રાન્ટ, સરપંચને માસિક વેતન

ભુજ શહેરમાં 1લી સપ્ટેમ્બર ગુરુવારે અામ અાદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા અેકમે ગુજરાત રાજ્યમાં સત્તા મળે તો બેરોજગારોને કેજરીવાલનું રોજગાર ગેરંટી કાર્ડ અપાશે. માધ્યમોને અેવી માહિતી અાપતા જણાવ્યું હતું કે, અાશરે 10 લાખ સરકારી નોકરીમાં ભરતી કરવામાં અાવશે. પ્રત્યેક બેરોજગારને રોજગારીની ખાતરી, જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગારને પ્રતિ માસ 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું અપાશે.

અરવિંદ કેજરીવાલની અામ અાદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લા અેકમે ગુજરાત રાજ્યમાં અાગામી વિધાનસભા ચૂંટણી કયા વચનો અને તેના પાલન ઉપર લડાશે તેની માહિતી અાપી હતી, જેમાં રોજગારી ગેરંટી ઉપરાંત 300 યુનિટ મફત વીજળી, મહિલાનોને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ, ખેડૂતોને નર્મદાના પાણી, મફત શિક્ષણ, શિક્ષકોને અન્ય કામ ન સોંપવા, સરપંચોને દર મહિને 10 હજાર માનદ વેતન, ગ્રામ પંચાયતોને વર્ષે 10 લાખ વિકાસ કામોની ગ્રાન્ટ, મફત અારોગ્ય સેવા, વૃદ્ધોને મફત તીર્થયાત્રા, વેપારીઅોને રેડના ભયમાંથી મુક્તિ સહિતની ગેરન્ટીની જાણકારી અાપી હતી.

પશ્ચિમ કચ્છ જિલ્લા અેકમના પ્રમુખ રોહિત ગોરે જણાવ્યું હતું કે, અાખા ગુજરાતમાં અેકસાથે ગેરન્ટી કાર્ડ લોંચ કરાયો છે. 3જી સપ્ટેમ્બર સુધી કાર્યકરોને ટ્રેનિંગ અપાશે. 4થી તારીખથી અોન લાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે. તેમની સાથે રાજેશ પિંડોરિયા, સંજય બાપટ, ડો. નેહલ વૈદ્ય, અંકિત ગોસ્વામી, અંકિતા ગોર, ક્રિષ્ના ઠક્કર સહિતના જોડાયા હતા. જોકે, વ્યવસ્થિત માહિતી અાપી શકે અેવા જાણકાર પ્રવકતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને ઠિક લાગે અે જવાબો અાપતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...