ભાસ્કર એક્સક્લૂઝિવ:લક્કી ગામના યુવાનો ભેંસ શોધવાના બહાને હેરોઇન લઈ આવ્યા’તા, 190 કરોડના કેફીદ્રવ્યના મામલામાં અત્યાર સુધી 6ની અટકાયત

નારાયણ સરોવર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાતમ-આઠમના દિવસોમાં લખપતના બુધ્ધુ બંદરે પાકિસ્તાનથી માલ આવ્યો

પાકિસ્તાનથી બોટમાં ડ્રગ્સ આવ્યું અને તે બુદ્ધુબંદરે ઉતારાયુ ત્યાંથી બે જણાએ કબ્જો મેળવી ટ્રક મારફતે પંજાબ મોકલ્યું હતું.ચકચારી રહેલા આ ડ્રગ્સ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સાતમ-આઠમના દિવસે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે.

યુવકો ભેંસ ખોવાઈ ગઈ હોવાનું કહી સરહદી વિસ્તારમાં ગયા
એકતરફ એજન્સીઓ આ કેસમાં માત્ર તપાસનું રટણ કરી રહી છે ત્યારે સુત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,પાકિસ્તાનથી બોટ મારફતે આ માલ સાતમ-આઠમના દિવસોમાં આવ્યો હતો તે સમયે લક્કી ગામના બે યુવકો પોતાની ભેંસ ખોવાઈ ગઈ હોવાનું કહી આ સરહદી વિસ્તારમાં ગયા અને અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બુદ્ધુબંદર અને પીરજાપીર વચ્ચેના દરિયામાંથી માલ મેળવી લીધો હતો.કોથળામાં રહેલું આ 190 કરોડનું 38 કિલો હેરોઇન ટ્રક મારફતે પંજાબ મોકલવાના કામ પેટે રૂ.90 હજાર મલ્યા હતા.

તાજેતરમાં વધુ એકની અટકાયત કરવામાં આવી
​​​​​​​
આ કેસમાં લક્કીના 2 શખ્સો સહિત તાજેતરમાં વધુ એકની અટકાયત કરવામાં આવી હતી.આ સિવાય અગાઉ ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર તેમજ સ્થાનિકે મદદગારી કરનારની ઘરપકડ થઈ હોઈ કુલ ધરપકડનો આંક 6 થયો છે.જોકે મહત્વની વાત એ છે કે,પાકિસ્તાનથી બોટમાં માલ આવે અને અહીંથી બે જણા આ ડ્રગ્સ છેક પંજાબ પહોંચાડી ત્યાં સુધીમાં કોઈ એજન્સીને ભનક ન આવી તે સુરક્ષામાં પણ ગંભીર ચેડાં બતાવે છે.સુરક્ષામાં રહી ગયેલી ચૂકના કારણે વાયા કચ્છ થઈને પંજાબ સુધી આ માલ પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...