• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Lakhs Of Bhuj Farmers Get Training For Natural Agriculture, Request To Reduce Consumption Of Chemical Fertilizers And Pesticides

ખેતીને વિષમુક્ત બનાવવાનો પ્રયાસ:ભુજના લાખોંદમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ મળી, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વપરાશ ઘટાડવા અનુરોધ કરાયો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 146 ખેડૂતોએ લાભ લીધો, ગામમાંથી 75 કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આહ્વાન કરાયું
  • ખેતીને વિષમુક્ત બનાવવા અને આગામી વર્ષોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરાયો

ભુજ તાલુકાના લાખોંદમાં જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી, આત્મા કચેરી તથા રામકૃષ્ણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આસપાસના ગામના 146 જેટલા કિસાનોએ લાભ લીધો હતો.

કિસાનોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરાયા

તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી એટલે શું, પ્રાકૃતિક ખેતી શા માટે કરવી અને પ્રાકૃતિક ખેતીથી શું ફાયદા થાય છે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામમાંથી 75 કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થયા તેની યાદી બનાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં અંદાજિત 146 જેટલા કિસાનો હાજર રહ્યા

આ કાર્યક્રમમાં અંદાજિત 146 જેટલા કિસાનો હાજર રહ્યા હતા. તાલીમમાં ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડવા અને ખેતીને વિષમુક્ત બનાવવા અને આગામી વર્ષોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીના ગ્રામસેવક સિંધવ હિતેશભાઇ અને ગ્રામ સેવક સિંધવ અરવિંદભાઇ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીના એ.ટી.એમ.પટેલ સુદિપભાઇ તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રતિનિધિ ડાંગી શાંતિભાઇએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...