દેશની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છના સીમાવર્તી વિસ્તારમાંથી સમયાંતરે ઘૂશણખોરી અને માદક પદાર્થના પેકેટ મળવા સહિતની ગતિવિધિ સામે આવતી રહે છે. જોકે સતર્ક સલામતીદળો દ્વારા નાપાક હરકતોને પકડી પાડવામાં આવતી હોય છે. ગત તા. 22 ફેબ્રુઆરીના 3 પાક.માછીમારી સાથે એક બોટ પકડાયાના ત્રણ દિવસ બાદ લખપતના ઇબ્રાહિમપીર બેટ પરથી બિનવારસી હાલતમાં એક માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું. તો ગત સાંજે લખપત - ખાવડા વચ્ચેના સરહદી વિસ્તારના પિલર નંબર 1140 પાસેથી BSFની 59 બટાલિયનના જવાનોએ દેશની સિમાં અંદર ઘુસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. જોકે આ ઇસમ પાસેથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનના હૈદરાબાદ જિલ્લાના અલીખાન જમાલી ગામનો રહેવાસી 36 વર્ષીય રિયાઝ ગુલામ શાબિર ગત સાંજે દેશની સીમા અંદર ઘુસી આવતા પેટ્રોલિંગ કરી રહેલા BSFની 59 બટાલિયનના જવાનોના હાથે ઝડપાઈ ગયો હતો. માનસિક અસ્વસ્થ જણાતા ઘૂસણખોરને આજે સવારે પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગત 22ના રોજ પકડાયેલા 3 ઘૂસણખોર હજુ ભુજ JICમાં કેદ છે, અને હજુ સુધી તેમના સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. જે ક્યાંકને ક્યાંક તેમના પ્રવેશ અંગે શકની લાગણી દર્શાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.