• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Lakdiya Police Served A Mentally Ill Youth Who Had Been Sitting In The Same Place For Three Days And Took Him Home, But Could Not Identify His Relatives.

માનવતાની મહેંક પ્રસરાવતો કિસ્સો:લાકડીયા પોલીસે ત્રણ દિવસથી એક જ સ્થળે બેસેલા માનસિક અસ્વસ્થ યુવકની સેવા કરી ઘરે પહોંચાડ્યો, પરિજનો પણ ન ઓળખી શક્યાં

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને પોલીસ મથકે લઈ જઈ નવડાવી નવાં કપડાં પહેરાવવામાં આવ્યાં
  • યુવકના બાલ-દાઢી પણ બનાવ્યા, એક તબક્કે પરિજનો પણ યુવકને ન ઓળખી શક્યાં

વાગડ પોલીસ દ્વારા ફરી એક વખત માનવતાને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાપરના લેડી કોસ્ટબલ દ્વારા રણમાં વૃદ્ધાને ખભે ઊંચકી નિયત સ્થળે પહોંચવાની ઘટના બાદ હવે વાગડના ભચાઉ તાલુકાની લાકડીયા પોલીસ દ્વારા ત્રણ દિવસથી એક જ સ્થળે બેસેલા માનસિક અસ્વસ્થ વ્યક્તિને સમજાવી તેની સેવા કરી તેના ઘરે પહોંચડવામાં આવ્યો હતો. પોતાનાન આ સેવાકાર્ય દ્વારા લાકડીયા પોલીસે માનવતાની મહેંક પ્રસરાવી હતી.

યુવક ત્રણ દિવસથી એક જ સ્થળે બેસી રહ્યો હતો

લાકડીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર એસ. દવે અને કોન્સ્ટેબલ દિલીપ ચૌધરી ગામથી દૂર પોલીસ મથકેથી બાઈક પર ઘરે જમવા જતા હતા. ત્યારે તેમને રસ્તા વચ્ચે આવતા ખેતરમાં એક અજાણ્યો વ્યક્તિ નજરે ચડ્યો હતો. પોલીસે ત્રણ દિવસથી એક જ સ્થળે બેસી રહેતા વ્યક્તિ સાથે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરેક પ્રશ્નનો તે નકારમાં જવાબ આપી રહ્યો હતો. અંતે તેને સાથે આવવા જણાવતાં તે માની ગયો હતો. જેથી પોલીસે પોલીસ મથકના અન્ય કર્મી લક્ષ્મણસિંહ અને વરજંગભાઈને પણ બોલાવી માનસિક અસ્વસ્થ યુવકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

યુવકને જોઇ પરિજનો પણ ન ઓળખી શક્યાં

નૂતન લાકડીયા પોલીસ મથકે યુવકના બાલ દાઢી બનાવડવામાં આવ્યા હતા અને નવા કપડાં મંગાવી બદલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવકને જમાડી તેના વિશેની જાણકારી મેળવી તેને ઘરે પહોંચાડ્યો હતો. જ્યાં એક તબક્કે તેના પરિજનો પણ આ યુવકને ઓળખી શક્યા નહોતા. અંતે ભટકતું જીવન જીવતા સ્વજનની ઘર વાપસીથી પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. પી.આઈ વસાવાએ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...