અરજદારો દ્વિધામાં:ભુજ આરટીઓમાં સ્માર્ટકાર્ડની અછત : 12 હજાર લાયસન્સ અટકી પડયા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજ આરટીઓની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ભુજ આરટીઓની ફાઈલ તસ્વીર
  • સ્માર્ટકાર્ડની સમસ્યા બની માથાના દુઃખાવારૂપ : ફરિયાદો છતાં કાર્યવાહી નહીં
  • કચ્છમાં કાર્ડનો સ્ટોક આવતા હજુ એક સપ્તાહ જેટલો સમય નિકળી જાય તેવો અંદાજો

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ,ડુપ્લીકેટ,સુધારા-વધારાની અરજીઓના લાયસન્સના કામ અટકી પડયા છે કારણકે લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જોવા મળી રહ્યો છે.જેના કારણે છેલ્લા દોઢ મહિનાથી ભુજની આરટીઓ કચેરીમાં 12 હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી છે. છેલ્લા ચાર માસથી રાજયભરમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત છે. કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ કરવા બાબતે રાજયકક્ષાએ ચાલતી મથામણમાં અરજદારો અટવાઇ ગયા છે.

પોલીસ અને આરટીઓની ડ્રાઇવ અને ચેકિંગ અવિરત ચાલુ હોય છે પણ અરજદારોને આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે લાયસન્સ મળતા ન હોવાથી દંડનો ભોગ પણ બનતા હોય છે. છેલ્લા દોઢ મહિનાથી ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પડતર પડી છે, સ્માર્ટકાર્ડના સ્ટોકના અભાવે પ્રિન્ટિંગ થઇ ન હોવાથી અરજદારોને લાયસન્સ પહોંચી શકયા નથી.

રાજયભરમાં અંદાજે દોઢ લાખ જેટલી અરજીઓ પડતર પડી રહી છે જેમાં છેલ્લા દોઢ માસથી ભુજની આરટીઓમાં લાયસન્સની 12 હજાર અરજીઓ પડતર પડી રહી છે, સ્માર્ટકાર્ડનો સ્ટોક આવતો ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ મારફતે અરજદારોને લાયસન્સ મોકલી શકાતા નથી.સુત્રોએ જણાવ્યું હતું કે, હજુ સંભવત એક સપ્તાહ જેટલો સમય નિકળી જશે. આવતા સપ્તાહે સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરી પોસ્ટ મારફતે લાયસન્સ અરજદારોને મોકલી દેવામાં આવશે.

ચેકિંગ દરમ્યાન અરજદારો ડી-જી લોકરમાંથી બતાવે છે કાર્ડ
આરટીઓ કે પોલીસની ડ્રાઇવ હોય ત્યારે લાયસન્સ માંગવામાં આવે પણ વાહનચાલકોને આરટીઓમાંથી કાર્ડ મળ્યું ન હોવાથી તેઓ અરજી એપ્રુવલ થયા બાદ ડી-જી લોકરમાં લાયસન્સ ડાઉનલોડ કરી પોતાનુ ગાડુ ગબડાવી રહ્યા છે. સરકારે ડિજિટલ લોકરમાં રહેલા દસ્તાવેજોને પણ સ્વીકૃતિ આપી છે.

અન્ય સમાચારો પણ છે...