લાઈટ ગુલ:ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો અભાવ,વરસાદ વચ્ચે આરોગ્ય કર્મચારીઓને ફરજિયાત આયુષ્માન કાર્ડ બનાવવા દબાણ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર સર્વર ડાઉનનો પણ ઇશ્યુ : ઓપરેટરો પાસેથી વધુ કામ કઢાવવા પણ તાકીદ

કચ્છમાં છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ થઈ રહ્યો છે,ગામડાઓમાં ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે તેમજ ઘણા સ્થળોએ લાઈટ પણ ગુલ થઈ ગઈ છે.ખાસ કરીને પશ્ચિમ કચ્છના ગામડાઓમાં વરસાદના કારણે રૂટિન કામકાજ પર ભારે અસર થઈ છે.આવા સમયે પણ જિલ્લા આરોગ્ય વિભાગે કર્મચારીઓને ગામડામાં જઈ આયુષમાન કાર્ડ બનાવવાનો ટાર્ગેટ આપતા નારાજગી ફેલાઈ ગઈ છે.એકતરફ વિવિધ વિભાગો વરસાદ બાદની પરિસ્થિતિ થાળે પાડી જનજીવન પૂન:ધબકતું થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે તેવામાં આરોગ્ય ખાતાના આ ફતવાથી ખુદ કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આંતરિક સૂત્રોએ જણાવ્યું કે,જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સુચના આપવામાં આવી છે કે,દરેક પ્રાથમિક આરોગ્યકેન્દ્રને ફાળવાયેલી 2 આઇડી વડે મહતમ કાર્ડ બનાવી રાત્રી કેમ્પ અને મોબાઈલ કેમ્પ કરવા,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાસે મા કાર્ડ રીન્યુ કરવાની કામગીરી કરાવવી.ઓપરેટરો પાસેથી વધુ કાર્ડ બનાવી શકાય તેવી રિતે મોટીવેટ કરવા જોઈએ તેમજ આશાવર્કર સહિતના સ્ટાફને મોટીવેટ કરી દરેક ગામમાં રાતે કાર્ડ બનાવાય તેવુ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓ ઓફિસમાંથી સૂચના આપી દે છે પણ ગ્રાઉન્ડ લેવલની હકીકત અલગ હોય છે.કર્મચારીઓ જણાવે છે કે,વારંવાર સર્વર ડાઉનનો ઇશ્યુ હોય છે તેમજ હાલમાં ઘણા ગામોમાં લાઈટ પણ નથી.તેમજ તલાટીઓ સહકાર આપતા નથી. એકતરફ અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં સારી કામગીરી દેખાડવા માટે સૂચના આપી દેવાય છે પણ સ્થાનિકે વ્યવસ્થાનો અભાવ છે.

આવકના દાખલા બનાવવાની કામગીરી પણ થોપાઈ આવકના દાખલાની કામગીરી તલાટી દ્વારા કરવામાં આવતી હોય છે પણ અહીં વિચિત્ર છે.આવકના દાખલાની અરજીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભરે,લાભાર્થીને શોધીને પણ આરોગ્ય વિભાગ આપે અને આયુષ્માન કાર્ડ પણ બનાવે..આખા રાજ્યમા કોઈ જિલ્લામાં આવી કામગીરી નથી.કાર્ડ બનાવવા માટે આવકનો દાખલો જરૂરી છે અને તલાટી વગર તે બની શકે નહીં. હાલની વરસાદી સીઝનમાં તલાટીને અન્ય ફરજો સોંપાઇ હોવાથી તે કામગીરી પર ફોક્સ આપી શકતા નથી અન્ય જિલ્લાઓમાં કાર્ડની સારી કામગીરી પાછળ તલાટીઓ દ્વારા આવકના દાખલાની કામગિરી કરી અપાતું હોવાનું પણ સામે આવ્યું છે. કાલે ઓછી કામગીરીવાળા લોકોને બોલાવાયા જે તાલુકામાં આયુષમાન કાર્ડની નબળી કામગીરી થઈ છે તે સ્થળે કયા કારણોથી લોકો કાર્ડ કઢાવવા ન આવ્યા અને કેમ ઓછી કામગીરી થઈ ? તે માટે જવાબદાર કારણો અને જવાબદાર વ્યક્તિના નામ સાથે આવતીકાલે સવારે ભુજ આરોગ્ય વિભાગની કચેરીએ તમામ તાલુકા હેલ્થ ઓફિસરને તેડુ આવ્યું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.

કલેકટરે હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી પણ અહીં આયુષમાન કાર્ડની ચિંતા ઘણી કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી કલેકટર દ્વારા તા.11 સુધી કોઈપણ અધિકારીઓને હેડક્વાર્ટર છોડવું નહિ તેવી સૂચના આપવામાં આવી છે તેમજ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા તાકીદ કરાઈ છે.આવી સ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગે કલેકટરની સૂચના કરતા આયુષમાન કાર્ડની ચિંતા વ્યક્ત કરી વધારે કાર્ડ કેમ બને એ માટે કર્મચારીઓ પર દબાણ મૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...