છેતરપીંડી:કોન્ટ્રાક્ટરે અન્ય પાર્ટીને ચુકવવા આપેલા 3 લાખ લઇ લેબર ફરાર

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉતર પ્રદેશના શખ્સ સામે છેતરપીંડીનો ગુનો

ભુજના કોન્ટ્રાક્ટરે અન્ય પાર્ટીને ચુકવવાનું પેમેન્ટ લેબરના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતાં બારોબાર રકમ લઇ વતને ભાગી જનારા લેબર વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડી વિસ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ છે. મુળ બિહારના હાલ ભુજના કૈલાશનગર ખાતે રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા.ફરિયાદી રામશંકરસિંગ કૃષ્ણસિંગે ફરિયાદમાં જણાવ્યું છે. કે, આશાપુરા માઈન કેમમાં કામ કરતા અમીત રાધાકૃષ્ણ કુશવાહા નામનો લેબર તેમના સંપર્કમાં આવ્યો હતો.

ફરિયાદીએ આરોપી અમીતને સર્વેશ્વર હર્બલ કંપની નાગોર રોડ પર કામે લગાવ્યો હતો. અને તે ફરિયાદીનો વિશ્વાસુ થઇ ગયો હોવાથી અમીત મારફતે ફરિયાદી અન્ય પાર્ટીઓને ચુકવવાનું પેમેન્ટ મોકલતા હતા. દરમિયાન ફરિયાદીને એસઆરપી મિનરલ નાગોરના મેહુલભાઈ રાવલને ૩ લાખનું પેમેન્ટ કરવાનું હોવાથી ફરિયાદીએ આરોપીના બેન્કે એકાઉન્ટમાં ત્રણ લાખ જમા કરાવીને મેહુલભાઇ રાવલના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. બાદમાં ફરિયાદીને કામ અર્થે મહારાષ્ટ્ર જવાનું થયું હતું. પાછળ આરોપીએ ફરિયાદીએ આપેલા રૂપિયા 3 લાખ મેહુલભાઇના ખાતામાં જમા ન કરાવીને આરોપી પોતાના વતન ઉતર પ્રદેશ નાસી જતાં આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...