તપાસ:કચ્છના પરિવેશ અને સ્ટોરી તથા કલાકારો સાથે બનેલી ફિલ્મ લીક

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘હૈ ઇશ્ક વજાહ’ નામની ફિલ્મ મંજૂરી વગર જ બતાવાતાં નારાજગી

કચ્છી પ્રોડ્યુસર દ્વારા બનાવવામાં અાવેલી મોટા ગજાની હિન્દી ફિલ્મ ‘હૈ ઇશ્ક વજાહ’ મંજૂરી મળે તે પહેલા જ લીક થઇ જતાં નારાજગી જોવા મળી રહી છે.કચ્છી પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર દ્વારા ‘હૈ ઇશ્ક વજાહ’ ફિલ્મ બનાવાઇ છે અને તમામ કલાકારોને મહેનતાણું પણ ચુકવાઇ ગયું છે. જો કે, કચ્છી કલાકારોને પ્રસિધ્ધિ ન મળી પરંતુ કામ કર્યાનો સંતોષ છે. ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિ અાધારીત અને તમામ માતા-પિતા, યુવક-યુવતીઅોને સંદેશો અાપતી હિન્દી ફિલ્મ કચ્છી પ્રોડ્યુસર ધનરાજ અાઇડીઅે બનાવી હતી.

અા ફિલ્મ રિલીઝ માટે મુંબઇ ખાતે ક્યુબ સિનેમા ફિલ્મ રિલીઝીંગ સેન્ટર સાથે કરારો થયા હતા અને દેશના 500થી વધુ થિયેટરોમાં રિલીઝ કરવાની વિચારણા હતી. અા ફિલ્મ તા.11-11ના રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું તે દિવસે પણ કચ્છમાંથી માત્ર બે જ સિનેમાગૃહો મળતાં તે તારીખ કેન્સલ કરી, તા.18-11 કરાઇ હતી. જો કે, અા વચ્ચે અેકમાત્ર અાદિપુરના અેક સિનેમાગૃહમાં અા ફિલ્મ દર્શાવાતાં તેના વીડિયો વાયરલ થયા હતા. રિલીઝ તારીખ ઠેલાઇ ગઇ હોવા છતાં અા રીતે ફિલ્મ શું કામ લીક કરાઇ તે તપાસનો વિષય છે.

કચ્છી પ્રોડ્યુસર કરશે 40 કરોડનો દાવો
કંચનદેવી ફિલ્મસ બેનર કચ્છના ડાયરેક્ટર ધનરાજે જણાવ્યું હતું કે, ફિલ્મ કચ્છના તમામ સિનેમાગૃહો સહિત દેશના 500 થિયેટરોમાં રિલીઝ કરવાની હતી અને તેની અગાઉની રિલીઝ તારીખ કેન્સલ કરી બીજી તારીખ નક્કી કરાઇ હોવા છતાં ‘હૈ ઇશ્ક વજાહ’ ફિલ્મ લીક થઇ જતાં તેઅો ક્યુબ સિનેમા અને અોથોરાઇઝ પર 40 કરોડનો દાવો કરશે.

અન્ય સમાચારો પણ છે...