કચ્છમાં વિકાસ વધતો જાય છે તેમ સરકારી કચેરીઓમાં પણ કામગીરીને પહોંચી વળવા વધારાની સગવડતાઓ સરકાર ઊભી કરી રહી છે. રાજ્યના માર્ગ મકાન વિભાગની વિદ્યુત શાખા કે, જે ભુજમાં કાર્યરત હતી તે મોરબી સબડિવિઝન હતું. ગાંધીનગરથી ઉચ્ચકક્ષાએ નિર્ણય લેવાતા મહેસાણા ડિવિઝન શરૂ કરાયું. જેની પેટા કચેરી તરીકે કચ્છ ભુજમાં નવા વર્ષથી માર્ગ મકાન વિભાગની અલાયદી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ શરૂ થશે.
કચ્છના વિશાળ વિસ્તારમાં સરકારી બિલ્ડીંગ, ફ્લાય ઓવર તેમજ રસ્તાના કામ રાજ્યના અન્ય જિલ્લા કરતા વધુ હોવાથી નવી સરકારે કચ્છને અલાયદૂ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્ષોથી ભુજ ખાતે કાર્યરત વિદ્યુત શાખા ખરેખર મોરબી સબ ડિવિઝન હતું કચ્છમાં કામગીરી વધુ હોવાથી સ્ટાફ ભુજ ખાતે બેસતો હતો.
જેમનું પોસ્ટિંગ વાસ્તવિક માં મોરબી હતું સરકારે હવે કામગીરીને ધ્યાને લઈને કચ્છને જ સબ ડિવિઝન ફાળવ્યું છે માટે આવતા મહિનાથી કચ્છમાં આ વિદ્યુત શાખામાં ડાયાબ કાર્યપાલક ઇજનેર સાથે સુપરવાઇઝર ક્લાર્ક થઈને કુલ 9 કર્મચારીનું મહેકમ ઊભું કરશે ગુજરાતમાં ઈલેક્ટ્રીક સર્કલ માર્ગ મકાન વિભાગ નો એક જ છે જ્યારે સિવિલ છ છે અધિક્ષક એજનેરની સીધી દેખરેખ હેઠળ મહેસાણા કાર્યપાલક ઇજનેરની કચેરી કાર્યરત થઈ છે.
ત્યારે ટૂંક સમયમાં કચ્છમાં સેટઅપ ઊભું કરાશે માર્ગ મકાન વિભાગની આ બ્રાન્ચ તેમની મિલકતો નું ઈલેક્ટ્રીક ને લગતું કારભાર સંભાળે છે સ્મૃતિ વન વીર બાળભૂમિ જેવા પ્રોજેક્ટ આવતા તેમ જ અન્ય બિલ્ડીંગ પણ વધતા આ શાખા પાસે કામગીરી પણ વધી છે.
સામાન્ય રીતે એક સબ ડિવિઝન પાસે ત્રણ જિલ્લા હોય છે જેમકે જૂનાગઢ ભાવનગર વગેરે ત્રણ જિલ્લા ને સંભાળતા હોય છે પરંતુ કચ્છ વિસ્તાર અને કામગીરીની દ્રષ્ટિએ મોટું હોવાથી માત્ર એક જ જિલ્લાને આ ખાસ કિસ્સામાં સગવડતા ઉભી કરવામાં આવશે. 15 માં નાણાપંચ અંતર્ગત થતા કામો તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા વધુ પ્રોજેક્ટ કચ્છમાં આવે તેવી શક્યતા નકારી ન શકાય.
સ્મૃતિવનનો સોલાર પ્રોજેક્ટ વિદ્યુત શાખા અંતર્ગત બન્યો
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સામાન્ય રીતે રાજ્ય ધોરીમાર્ગ અને સરકારી કચેરીઓ તેમજ આવાસો બનાવવાનું મુખ્ય કાર્ય કરે છે, પરંતુ કચ્છમાં બે એવા પ્રોજેક્ટ કે જે વિભાગ અલગ અને કામગીરી રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપાઈ હતી. વીર બાળભૂમિ સ્મારક અને ભુજનો સ્મૃતિવન.
ભુજના સ્મૃતિવનની ઇલેક્ટ્રીક ખપત ખૂબ મોટી હોવાથી ત્યાં ખાસ કેસમાં 6 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેનું સંપૂર્ણ મોનિટરિંગ માર્ગ મકાન વિભાગની વિદ્યુત શાખા દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત સમગ્ર સ્મૃતિવન એટલે કે ભુજીયા ડુંગર પર વિદ્યુત સ્ટ્રીટ લાઈટ, મ્યુઝિયમની લાઇટિંગ વગેરે કામ પણ રાજ્યના માર્ગ મકાન વિભાગની વિદ્યુત શાખાએ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.