જી.સી.ઈ.આર.ટી દ્વારા વર્ષ 2022-23 માં રાજ્યના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા તેમજ શૈક્ષણિક ગુણવત્તા સુધારવાના હેતુથી રાજ્યના તમામ જિલ્લાઓની શાળામાં ધોરણ 4, 6 અને 7માં ગુજરાત એચિવમેંટ સર્વે – 4 કરવામાં અાવશે. અા સર્વે 22 ડિસેમ્બરના એક સમયે સવારે 10:30 થી 12:30 દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં ધોરણ 4 માં ભાષા, ગણિત અને પર્યાવરણ માટે, ધોરણ 6 અને 7 માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોમાં પ્રાથમિક શાળાઓ માટે ગુજરાત એચિવમેંટ સર્વે – 4 નું આયોજન કરાયુ છે.
ગુજરાત એચિવમેંટ સર્વેનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓના કે શાળાના વ્યક્તિગત મૂલ્યાંકનનો નથી પરંતુ સમગ્ર ગુજરાતનાં બધા જ જિલ્લાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલી શાળાઓના આધારે શાળાઓની શૈક્ષણિક સ્થિતિને સમજવી તે છે. જેમાં રાજ્યની સરકારી તેમજ સેલ્ફાઇનાન્સ શાળાઓને કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમ સેમ્પલીંગથી પસંદ કરવામાં આવેલી છે.
તાલુકા દીઠ 30 શાળાઓ મુજબ રાજ્યના તમામ તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવનાર છે, જેમાં કચ્છની 300 શાળાઓનું સર્વે થશે અને ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર તરીકે રાજ્યની શાળાઓના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પતિઓની સિદ્ધિમાં સુધારો લાવવા માટે સર્વે દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામોનો નીતિ વિષયક નિર્ણયોમાં શૈક્ષણિક પ્રયોજનોમાં અને શૈાકિ પરામર્શનમાં ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી સર્વે માટે પસંદ થયેલન આચાર્યો માટે ઓનલાઈન ઓરિએટેન્શન તાલીમ તારીખ 20 ડિસેમ્બરના રોજ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.