વિવાદ:કચ્છ યુનિવર્સિટીએ ઓડિટ વાંધાના જવાબો 4 વર્ષ પછી પણ નથી આપ્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ કુલપતિએ અંગત ખર્ચમાં નાણાકીય ઔચિત્ય ન જાળવ્યાની ક્વેરીમાં
  • ભાસ્કરના અહેવાલ બાદ યુનિ.એ રદિયો આપ્યો પણ અધૂરો અને જોગવાઈના પ્રમાણિત આધાર પુરાવા વિનાનો

દિવ્ય ભાસ્કરે જુલાઈ માસની 4થી તારીખે સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના અોડિટ પારાના નક્કર સરકારી દસ્તાવેજના અાધારે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સી.બી. જાડેજાઅે અંગત ખર્ચમાં નાણાકીય અાૈચિત્ય ન જાળવ્યાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ કચ્છ યુનિવર્સિટીમાં હલચલ મચી ગઈ હતી. અલબત સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીને હજુ સુધી જવાબ ન અાપી શકેલી કચ્છ યુનિવર્સિટીઅે દિવ્ય ભાસ્કરને 7મી જુલાઈની રાત્રે મોકલેલી સ્પષ્ટતાઅોમાં જોકે તમામ પ્રશ્નોના જવાબ નથી. જે જવાબો અાપ્યા છે અે પણ પ્રમાણિત અાધાર પુરાવા વિનાના છે.

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અોડિટના પ્રાથમિક વાંધામાં નોંધ્યું છે કે, કચ્છ યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ સી.બી. જાડેજા 2016/17/18 દરમિયાન કાર્યરત હતા. ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ નિવાસ હોવા છતાં મકાન ભાડે રાખ્યું હતું અને મળવાપાત્ર મકાનભાડું 7500 રૂપિયા હતું તોય 15675 રૂપિયા માસિક ભાડું વસુલ્યું છે. અેટલું જ નહીં પણ પગારમાં ઉમેરીને મેળવવાને બદલે ત્રાહિત પક્ષને ચૂકવાયું છે, જેથી 2016ની 1લી અેપ્રિલથી 2018ની 31મી માર્ચ સુધી કુલ 2 લાખ 82 હજાર 93 રૂપિયા ચુકવાઈ ગયા છે,

જેમાંથી મળવાપાત્ર 1 લાખ 27 હજાર 500 રૂપિયા બાદ કરીને 1 લાખ 54 હજાર 593 રૂપિયા વસુલાત મેળવીને ખરાઈ કરાઈ નથી. અા ક્વેરીના જેના જવાબમાં કચ્છ યુનિવર્સિટીઅે રદિયો અાપ્યો છે કે, 1989ના સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ રાચરચિલા વાળું ઘર અાપવાનું હોય છે. પૂર્વ કુલપતિ સી.બી. જાડેજાઅે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે અેક પણ સ્ટાફ ક્વાટર્સ ન હતા, જેથી તેમનું નિવાસ સ્થાનન બની જાય ત્યાં સુધી વ્યવસ્થાના ભાગ રૂપે યુનિવર્સિટી વતીથી મકાન ભાડે અાપવાનું થાય. જે તેમને અાપવામાં અાવ્યું હતું.

કેમ્પસમાં તેમનું નિવાસ સ્થાન બની જતા તેમણે મકાન શિફ્ટ કર્યું હતું. અલબત તેમનું નિવાસ સ્થાન કયા વર્ષની કઈ તારીખે બની ગયું અને તેમણે મકાન ભાડું કયા વર્ષની કઈ તારીખ સુધી ચૂકવ્યું હતું. મકાન ભાડું પગારમાં મેળવવાને બદલે સીધું ત્રાહિત વ્યક્તિને શા માટે ચૂકવ્યું છે. અેટલું જ નહીં પણ તેમણે મળવાપાત્ર મકાન ભાડું કેટલું હોય અને તેમણે કેટલું મેળવ્યું હતું.

અેની પણ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. તેમને મળતી સુવિધા બાબતે તેમના રદિયાના સમર્થનમાં કોઈ સરકારી પરિપત્ર કે સ્પષ્ટ જોગવાઈ બતાવતો અાધાર પુરાવો પણ નથી અાપ્યો. સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના અોડિટના પ્રાથમિક વાંધાના અે જવાબો પ્રમાણિત અાધાર પુરાવા સાથે મંગાયા છે. ઉપરછલ્લા જવાબો માન્ય રખાતા નથી.

માહિતીની ખરાઈનો પ્રશ્ન જ ઊભો નથી થતો
કચ્છ યુનિવર્સિટીઅે જણાવ્યું છે કે, માહિતીની ખરાઈ કર્યા વગર સમાચાર છપાયા છે. તેવું સ્પષ્ટપણે દેખાઈ અાવે છે. અન્વેષણ અેટલે કે, સ્થાનિક ભંડોળ હિસાબના અોડિટમાં પ્રાથમિક વાંધાના અહેવાલ બહાર અાવ્યા છે. જે સરકારી દસ્તાવેજ કહેવાય. અેમાં માહિતીની ખરાઈનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વળી યુનિવર્સિટીઅે રદિયામાં અે કબૂલ્યું છે કે, પ્રાથમિક વાંધાના જવાબો અાપવાની કાર્યવાહી ચાલુ છે.

જવાબો અાપવાની સમયમર્યાદા શું હોય
સામાન્ય રીતે અોડિટ દરમિયાન જે ક્વેરી નીકળે અે અોડિટ દરમિયાન જ પૂરી કરવાની હોય છે. અેટલે કે અોછામાં અોછા ત્રણ દિવસ અને વધુમાં વધુ અોડિટ પૂરું થાય ત્યાં સુધી જવાબો અાપવાના હોય છે. અેટલે કે, વધીને 15 દિવસ સુધી જવાબો અાપી દેવાના હોય છે. પરંતુ, 2016થી 18ના અોડિટના વાંધાના જવાબો 2022ના જુલાઈ માસ સુધી અપાયા નથી!

અન્ય સમાચારો પણ છે...