બેઠક:કચ્છના તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરીની આદરી તૈયારીઓ, વરસાદી પાણીના નિકાલ સહિત 30 મુદ્દાઓ ચર્ચાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં કલેકટર કચેરી ખાતે ચોમાસાને લઇને આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ 30 મુદાઓ પર તમામ પ્રાંત અધિકારી, મામલતદાર સર્વ, તાલુકા વિકાસ અધિકારી, તમામ ચીફ ઓફિસર, સંબંધિત અધિકારીઓ સાથે પૂર્વ તૈયારી માટેની તૈયારી, આયોજન અને વ્યવસ્થા અંગે ચર્ચા કરાઇ હતી.કલેક્ટર પ્રવીણા ડી.કે.અે બેઠકમાં ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સંબંધિત તમામ સરકારી કચેરીઓ, કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, ફેક્ષ મશીન ચાલુ રાખવા તાકીદ કરી હતી.

વધુમાં બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશન, નીચાણવાળા વિસ્તારો, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના 20 ડેમો, નદીઓ, કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડિંગની ચકાસણી, પાણી નિકાલ વ્યવસ્થા સંબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા

વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન, પશુઓમાં રોગચાળા ના ફેલાય, આંગણવાડીની તકેદારી અંગે, નગરપાલિકાઓના ચીફ ઓફિસરોએ નહેરો,ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા, પૂર્વ તૈયારી બાબતે સંબંધિત અધિકારીઅો સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ પણ માહિતી સંબંધિત અધિકારીઅોને જરૂરી સૂચનો, માર્ગદર્શન અાપ્યું હતું.

પુર જેવી સ્થિતિમાં રહેવા, ભોજનની વ્યવસ્થા કરવા તાકીદ
જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો બે માસનો જથ્થો અગાઉથી પહોંચાડવા, અવિરત વીજ પુરવઠો જળવાય તે અંગેની વ્યવસ્થા, જિલ્લા પંચાયતનો આપત્તિ વ્યવસ્થાપન, આપત્તિ સમયે પ્રસાર પ્રસાર માધ્યમોથી લોકોને જાગૃત, સચેત રાખવા, સાવચેતીના સૂચનો કરવા, જો પુરની સ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતરની શાળાની માહિતી, લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા કરવી તેમજ અસરગ્રસ્તોને તકલીફ ના પડે તેની વ્યવસ્થા, જેસીબી, ટ્રક, સરકારી વાહનોની સ્થિતિ, તૈયારી, કામદારોની વિગતો, ગ્રામપંચાયત કક્ષાએ આફતની સ્થિતિ વ્યવસ્થા અંગે વરસાદ માપક યંત્રની કાર્યક્ષમતા ચકાસણી કરવા તેમજ કોઇ ઘટના બનતા પ્રથમ જાણકારી જિલ્લા કન્ટ્રોલ રૂમ નં.02832-252347 અથવા કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોટસએપ ગ્રૂપમાં અાપવા કલેક્ટરે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...