ભુજમાં 18 ટકા વર્ષા:મંગળવારે 12 કલાકમાં કચ્છમાં સિઝનનો 21 ટકા વરસાદ પડ્યો !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ચોથા વર્ષે જિલ્લામાં સિઝનનો 100 વરસાદ થશે - 97 ટકા વરસી ગયો
  • 9મી જૂલાઇના પણ જિલ્લામાં 18 ટકા વર્ષા થઇ હતી
  • જૂલાઇના પ્રારંભમાં જ સરેરાશ વરસાદ થઇ જવાની ભાગ્યે જ બનતી ઘટના

જૂલાઇ માસના પ્રારંભથી સતત કચ્છમાં વરસાદ પડી રહ્યો છે. તેમાંપણ તા. 4 જૂલાઇથી વરસાદનું જોર વધ્યું છે. તેમાં પણ મંગળવારે અંજાર, ભુજ, ગાંધીધામમાં ભારે અને રાપર સિવાયના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. મંગળવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાકમાં સિઝનનો 21 ટકા વરસાદ પડી ગયો હતો.

કચ્છમાં સાંજ સુધી મોસમનો કુલ વરસાદ 97 ટકા પહોંચી ગયો હતો. એટલે સતત ચોથા વર્ષે કચ્છમાં 100 ટકા વરસાદ થવા જઇ રહ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં સરેરાશ વરસાદ 456 મીમીની સામે સોમવાર સુધી 443 મીમી વરસાદ પડ્યો હતો. એટલે કે સોમવાર સુધી 75 ટકા વરસાદ થઇ ગયો હતો. પરંતુ મંગળવારે અંજાર અને ગાંધીધામમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં.

ભુજમાં પણ ધમાકેદાર વરસાદ થયો હતો. મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં સરેરાશ 100 એમએમ વરસાદ નોંધાઇ ગયો હતો. મોસમનો કુલ વરસાદ 97.14 ટકા થઇ ગયો હતો. અેટલે કે 12 કલાકમાં જ 21 ટકા વરસાદ ખાબકયો હતો. મંગળવારે અંજારમાં 8 ઇંચ, અબડાસામાં 3, ગાંધીધામમાં 7, નખત્રાણામાં 6, ભચાઉમાં 1.15 ઇંચ, ભુજમાં 8 ઇચ, મુન્દ્રામાં 2,માંડવીમાં 3 અને લખપતમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અફસોસ અે વાતનો રહ્યો કે આખા કચ્છમાં વરસાદ થયો હોવા છતાં રાપર કોરો રહ્યો હતો. અહીં સાંજ સુધી ઝીરો અેમઅેમ વરસાદ નોંધાયો હતો. મંગળવારે ધોધમાર વરસાદના લીધે કચ્છમાં સિઝનનો 100 ટકા વરસાદ થવા જઇ રહ્યો છે. આમ 2018 બાદ સતત ચોથા વર્ષ કચ્છમાં વરસાદ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરશે.

રાપર અને ભચાઉમાં હજુ ઓછો વરસાદ
કચ્છમાં મોસમનો કુલ વરસાદ ભલે 100ટકા થઇ ગયો હોય પણ રાપર અને ભચાઉ તાલુકામાં હજુ જોઇએ તેવો વરસાદ થયો નથી. રાપરમાં 501મીમીની સામે માત્ર 100 મીમી અેટલે કે 20 ટકા વરસાદ માંડ થયો છે. જ્યારે ભચાઉમાં 474ની સરેરાશની સામે ખાલી 113 મીમી વરસાદ એટલેકે 23 ટકા થયો છે.

છેલ્લા ચાર વર્ષમાં પડેલો વરસાદ

વર્ષસરેરાશવરસાદટકા
2019401746186
20204121162282
2021442511115
202245644397.14

જુલાઇના 12 દિવસમાં 93 ટકા વરસાદ

તારીખ સુધીતારીખ સુધીકુલ વરસાદ
30/61184
1/71194.16
2/70194.16
3/716357.69
4/70357.69
5/7225712.58
6/7248117.82
7/7139420.63
8/75815233.36
9/78423751.84
10/72326056.92
11/73929965.45
12/74534375.2
13/710044397.14

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...