• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Kutch Ranks Fifth In The State In Vaccination, With Doses Of 2.5 Lakh People Still Pending; 52387 Children Did Not Get The First Vaccine

રસીકરણ માટે મેગા ડ્રાઇવ:કચ્છ રસીકરણમાં રાજ્યમાં પાંચમા ક્રમે, હજુ અઢી લાખ લોકોના ડોઝ બાકી; 52387 બાળકોએ પ્રથમ રસી ન લીધી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કેસો ફરી વધવા લાગતા કચ્છ સહિત આખા રાજ્યમાં આવતીકાલે રસીકરણ માટે મેગા ડ્રાઇવ
  • આરોગ્ય કર્મી સહિત 65,972 લોકોના પ્રિકોશન ડોઝ બાકી
  • 59125 બાળકો સહિત 1.84 લાખ લોકોએ બીજો ડોઝ પણ ન લીધો

છેલ્લા બે માસથી કચ્છ જિલ્લામાં કોરોના મહામારીના કેસ શૂન્ય છે. કોરોનાના કેસ ઘટી જતા આરોગ્ય વિભાગની કામગીરી પણ મંદ પડી ગઇ હતી જો કે હવે ફરી કોરોનાના કેસોમાં વધારો થતો હોવાથી સરકાર સફાળી જાગી ઉઠી છે. રવિવારે રાજયભરની સાથે કચ્છમાં પણ કોવિડ રસીકરણની મેગા ડ્રાઇવ યોજાશે.

કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી મહતમ લોકોને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા માટે આ મેગા ડ્રાઇવ રાખવામાં આવી છે. જિલ્લાના તમામ પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને માંગણી પ્રમાણે સબ સેન્ટર પર રસીકરણની વ્યવસ્થા ગોઠવાશે. હાલમાં જિલ્લામાં 63 હજાર ડોઝ ઉપલબ્ધ છે અને આજે બીજા ડોઝ આવશે.

નોંધનીય છે કે, 65,972 લોકોના પ્રિકોશન ડોઝ બાકી છે, જયારે 59125 બાળકો સહિત 1.84 લાખ લોકોએ બીજો ડોઝ પણ મુકાવ્યો નથી. બાકી ડોઝ હોય તેવા રાજયના ટોપ-10 જિલ્લામાં કચ્છ પાંચ નંબર પર છે. કચ્છ જિલ્લામાં 12 વર્ષના બાળકો સહિત 1,84,784 લોકો, 6929 હેલ્થ વર્કર, 9299 ફ્રન્ટ લાઇન વર્કર અને 60 વર્ષ ઉપરના 49744 વૃદ્ધોએ ત્રીજો ડોઝ મુકાવ્યો નથી.

બીજી તરફ, 12થી 14 વર્ષમાં 52387 બાળકોએ પ્રથમ ડોઝ મુકાવ્યો નથી, તો 15થી 17 વર્ષના 6738 સગીરોએ પ્રથમ ડોઝ તેમજ 18થી ઉપરના 45937 લોકો પ્રથમ ડોઝ અને 1,84,879 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો નથી. તેમજ પ્રિકોઝન ડોઝ માટે જિલ્લામાં નક્કી થયેલા કુલ 1,19,167 લાભાર્થીઓ પૈકી 64509 લોકોએ ડોઝ મુકાવી લેતા શુક્રવારની સ્થિતિએ 54658 લોકોનો ત્રીજો ડોઝ બાકી છે.

આ જિલ્લાઓમાં બાકી રસીકરણનો આંકડો નીચો

જિલ્લોકુલ
નર્મદા40,511
બોટાદ38,972
અરવલ્લી29147
જૂનાગઢ28422
ડાંગ19,410

કચ્છ સહિત આ પાંચ જિલ્લામાં બાકી રસીકરણનો આંક સૌથી વધારે

જિલ્લાનું નામકુલ
અમદાવાદ10,09,898
સુરત7,42,808
બનાસકાંઠા3,11,750
ભાવનગર2,70,593
કચ્છ2,50,756

આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ત્રીજો ડોઝ ફરજિયાત

જિલ્લાના અમુક લોકોએ એક તો અમુકે બે ડોઝ મુકાવ્યા છે, જયારે ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગ હોય કે પછી શૈક્ષણિક હેતુ, રોજગારની તકો કે વિદેશમાં સ્પોર્ટ ટૂર્નામેન્ટમાં ત્રીજો ડોઝ ફરજીયાત છે. હાલમાં વિદેશમાં આવન-જાવન પરથી પ્રતિબંધ દુર થઇ ગયા છે અને વેકેશન પણ હોવાથી લોકો બહાર જઇ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગમાં ત્રીજો ડોઝ લેવો જરૂરી છે, જે આરોગ્ય વિભાગ પાસે હાલમાં ઉપલબ્ધ પણ છે.

એક મહિના બાદ પણ પેઇડ રસીકરણની માત્ર વાતો જ..

રાજયની તમામ ખાનગી હોસ્પિટલોમાં પેઇડ રસીકરણ થઇ શકશે તેવી જાહેરાત એક માસ પૂર્વે સરકાર દ્વારા કરવામાં આવી હતી. જો કે કચ્છ જિલ્લામાં હજુ સુધી એકેય જગ્યાએ પેઇડ રસીકરણ ઉપલબ્ધ નથી. આમ પેઇડ રસીકરણની માત્ર વાતો જ કરવામાં આવી છે. ભુજની 25 હોસ્પિટલોએ દરખાસ્ત પણ કરી છે જો કે હજુ સુધી તેને મંજૂરીની મોહર લાગી નથી.

અન્ય સમાચારો પણ છે...