વેકેશન પહેલા રાજ્યના વધુ 298 જજની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છને નવા 8 પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ મળ્યા છે, જો કે, કચ્છમાંથી 8ની જિલ્લા બહાર બદલી કરાઇ છે.
નવસારીના મહેબુબ એમ.શેખની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ તરીકે ગાંધીધામ, સુરતથી શિલ્પા એમ. કાનાબારને ભુજના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છ-ભુજના બિપિનકુમાર એન. પટેલની સિધ્ધપુર-પાટણ, સુરતથી અવિનાશ કે. ભટ્ટની ગાંધીધામ, ભરૂચથી પ્રીતેષકુમાર એલ. પટેલની ભુજ, નવસારીથી મહમદઇરફાન એ. શૈખની ગાંધીધામ, સુરતથી રોમિત એ. અગ્રવાલની નખત્રાણા, નખત્રાણાથી આશિષકુમાર એન પટેલની ગાંધીનગર, ભરૂચથી હેમુ પી. પટેલની ભુજ, ભુજથી રીતાબેન એમ. બારોટની કડી, ભુજના જયેશ એ.દવેની કડી, વડોદરાથી નમ્રતા પી. ઉનડકટની ભુજ, ગાંધીધામથી તુષારકુમાર વી. પરમારની આણંદ, ભુજથી અંશુલકુમાર કૌશિકની પાલનપુર, ભુજથી વશીમહમદ આર. મલીકની અમદાવાદ, ગાંધીધામથી પ્રદિપકુમાર વી. ધીમર અમદાવાદ અને વડોદરાથી પિનાકીન એસ. જોષી અંજારના છઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલાયા છે.
ઉપરાંત જ્યુડીશીયલ ઓફિસરને એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ તરીકે બઢતી અપાઇ છે, જેમાં ગાંધીધામમાં હેમલતા ડી. પંડિત, પૂર્વજિતસિંહ પી.જાડેજા, આશુતોષ આર. પાઠક, અનુપમા કે. શર્મા, ભુજમાં પ્રકાશ પી. સોની, મુકેશભાઇ એમ. પરમારનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.