આયોજન:અમદાવાદ ખાતે ગ્રીષ્મોત્સવ-2022માં કચ્છની ટીમનો દબદબો જોવા મળ્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના 20 વિદ્યાસહાયક, 14 વિદ્યાર્થી અને ચાર વાલીઅો ઉપસ્થિત રહ્યા

જી.સી.ઇ.અાર.ટી અને જી.અાઇ.ઇ.ટી.ના સંયુકત ઉપક્રમે ઉનાળા વેકેશન દરમિયાન રાજયના સ્થાપના દિવસથી પર્યાવરણ દિવસ સુધી અોનલાઇન માધ્યમથી ગ્રીષ્મોત્સવનું અાયોજન કરાયું હતું. જેના સમાપન સમારોહના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં કચ્છમાંથી 20 વિદ્યા સહાયકો, અેક રાજય પરીક્ષા બોર્ડના નોડલ, 14 વિદ્યાર્થી અને ચાર વાલી હાજર રહ્યા હતા. ટીમ કચ્છને શિક્ષણમંત્રીઅે અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદના પાલડી ખાતે 6ઠ્ઠી જુને ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારોહનું અાયોજન કરાયું હતું. અોનલાઇન ચિત્રકલા મહોત્સવ 2021ના વિજેતા બાળકો, ગ્રીષ્મોત્સવમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકો, જીઅાઇઇટીના વિદ્યાવાહકો, રાજય પરીક્ષા બોર્ડના નોડેલ અોફીસર અને જીઅાઇઇટી કોર ટીમનું સન્માન શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરાયું હતું. અા કાર્યક્રમમાં કચ્છમાંથી 20 વિદ્યા સહાયકો, અેક રાજય પરીક્ષા બોર્ડના નોડલ, 14 વિદ્યાર્થી અને ચાર વાલી હાજર રહ્યા હતા.રાજયકક્ષાના અા સમારોહમાં કચ્છ જીલ્લાનો દબદબો રહ્યો હતો. નિયામક ડો. પ્રફુલભાઇ જલુ તથા ડાયટ-ભુજના પ્રાચાર્ય સંજયભાઇ ઠાકરે માર્ગદર્શન પુરુ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...