બદલી:કચ્છની અદાલતોને મળ્યા નવા 8 જજ, 5ની જિલ્લા બહાર બદલી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 223 ન્યાયાધિશ અને 24 જ્યુ.અોફિસરની બદલી

શનિવારે રાજ્યના 223 અેડિશનલ સિવિલ જજ અને જયુડીશીયલ મેજિસ્ટ્રેટ અને 24 જયુડીશીયલ અોફિસરની બદલી કરવામાં અાવી છે, જેમાં કચ્છની અદાલતોને નવા 8 ન્યાયાધીશ મળ્યા છે, જયારે કચ્છમાં ફરજ બજાવી રહેલા 5 જજની જિલ્લા બહાર બદલી કરવામાં અાવી છે.

તા.7-5ના થયેલા બદલીના અાદેશ મુજબ દાહોદથી ધર્મેન્દ્રકુમાર અશોકભાઇ પટેલની મુન્દ્રા, અંજારના અેડિશનલ િસવિલ જજ અને જયુડીશીય મેજિસ્ટ્રેટ વિપીનકુમાર બંસલની ખેડા, વડોદરાના હાર્દિક અનિલભાઇ બારડની ભુજ, સુરતના ધર્મિષ્ઠા રવિ ઠાકુરની અંજાર, દાહોદના નિરવ નરેન્દ્રભાઇ રાવલની માંડવી, માંડવીના ઉર્મિલા ભોમસિંહ દેવડાની ગાંધીનગર, સુરતના પ્રિયમ બી. બોહરાની નખત્રાણા, ભરૂચના મનોજભાઇ શાંતિલાલ સોલંકીની ભુજ લેબર કોર્ટ

અંજારના રવિકુમાર શ્યામલાલ તહેલીયાણીની પંચમહાલ, વલસાડના અશ્વિનકુમાર અેમ. શુક્લાની નલિયા, વડોદરાથી સુભાષચંદ્ર ડી. ત્રિપાઠીની અંજાર, નખત્રાણાથી મનીષ કુમાર રાયની બનાસકાંઠા અને ભુજના ફાલ્ગુની અેન. સોલંકીની વડોદરા બદલી કરવામાં અાવી છે. અા ઉપરાંત મુન્દ્રા કોર્ટના અેડિશન સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ પ્રદિપકુમાર બંશીલાલ સોનીની બીજા અધિક સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ તરીકે મુન્દ્રાની જ અદાલતમાં બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...