સીજીઅેસટી કચ્છ કમિશનરેટે ફેબ્રુઆરી 2023માં અધધ 229.48 કરોડની વસુલાત કરી છે. દેશની 12.44% ની આવક વૃદ્ધિ સામે કચ્છ સીજીઅેસટીઅે 27.77% વૃદ્ધિ નોંધાવી છે. છેલ્લા પાંચ મહિનામાં કચ્છ કમિશનરેટે ચાર વખત અખિલ ભારતીય સરેરાશ વૃદ્ધિ દર વટાવ્યો છે.ફેબ્રુઆરી 2023 દરમિયાન 3800 કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે અને રૂ. 229.48 કરોડ વસુલાત કરાઇ હતી. જે ગત વર્ષની સરખામણીઅે 49.87 કરોડ વધુ છે. ફેબ્રુઆરી 2022માં 179.60 કરોડની વસુલાત કરાઇ હતી.
ગયા નાણાકીય વર્ષની સમગ્ર આવક રૂા. 2295.84 કરોડ નોંધાઇ હતી. અામ ચાલુ વર્ષે 11 મહિનામાં જ અાવક ગત વર્ષને વટાવી 2306 કરોડની વસુલાત સાથે રૂા. 226 કરોડનો વધારો નોંધાયો છે. સાથે હજુ પણ માર્ચ મહિનો બાકી છે. CGST કચ્છ કમિશનરેટે તમામ કરદાતાઓને માર્ચના મહિનામાં નિયત તારીખ સુધીમાં બાકી કર ચૂકવવા અને રિટર્ન ફાઇલ કરવા વિનંતી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.