કેનાલનું કામ પૂર્ણ:કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ 100 ટકા પૂર્ણ, 274.88 કિમી લાંબી કેનાલ પૂર્ણ થતાં સાત તાલુકાના ખેડૂતોને થશે લાભ

ભુજએક મહિનો પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
  • સરદાર સરોવર ડેમમાંથી નવા વરસાદી વર્ષ જુલાઇના પ્રથમ સપ્તાહમાં સંભવત: મોડકુબા સુધી પાણી છોડી ટેસ્ટિંગ કરાશે
  • અષાઢી બીજે જો કેનાલમાં પાણી ભરી લોકાર્પણ કરાય તો ખેડૂતો માટે સાચા અર્થમાં ‘કચ્છી નવું વર્ષ’ બેસે
  • માંડવી તાલુકાના મોડકુબા સુધીની નર્મદા કેનાલનું કામ આટોપાયું
  • 284 થી 358 કિલોમીટર સુધી પાણીના આવતા મહિને આગમનની શક્યતા
  • ગાગોદર, વાંઢીયા, દુધઇ પેટા શાખાઓ સંપૂર્ણ શરૂ થતાં હજુ બે વર્ષ નીકળી જશે

નર્મદા યોજનાની મુખ્ય નહેરની સાંકળ 385.81 કિમી પરથી કચ્છ શાખા નહેર ( કચ્છ બ્રાન્ચ કેનાલ ) નીકળે છે. જેની કુલ લંબાઇ 357.185 કિમી છે અને તે બનાસકાંઠા અને પાટણ જીલ્લામાંથી પસાર થઇ કચ્છ જીલ્લામાં રાપર તાલુકાથી પ્રવેશ કરે છે. આ નહેરથી કચ્છના 182 ગામોના કુલ 1 લાખ બાર હજાર હેક્ટરથી વધુ ખેતીને સિંચાઈનો લાભ મળશે. પાંચ વર્ષ અગાઉ 2017ના જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન દ્વારા ભચાઉ ખાતે કચ્છ શાખા નહેરના પાણીના વધામણાં અને પંપીગ સ્ટેશન નં.03 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલમાં કચ્છ શાખા નહેરની સાંકળ 0.00 કીમી થી 284.00 કીમી સુધી પાણીનું વહન કરવામાં આવે છે. આગામી મહિને મોડકુબા સુધીનું ટેસ્ટીંગ કરાશે.

કેબીસીનું અંતિમ 24 કિલોમીટરનું કામ 18 મહિનામાં 64 ભાગમાં પૂર્ણ કરવામાં આવ્યું 2015 સુધીમાં થયેલા કામ બાદ જે સૌથી વિકટ કામ હતું તે અંતિમ 24 કિલોમીટરના જમીન સંપાદનના મુદ્દે પાંચ વર્ષ સુધી કામ ખોરંભે ચડ્યું હતું. જે છેલ્લા 18 મહિનામાં અલગ અલગ 64 ભાગમાં નર્મદા નિગમે ઉકેલ લાવી કેનાલનું કામ પૂર્ણ કરાવ્યું હતું. આ કામ માટે સ્થાનિક ગ્રામજનો અને રાજકીય નેતાઓનો સંપૂર્ણ સાથ રહ્યો હોવાનું સચિવ પી.સી. વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...