પશુપાલકોના હિતમાં નિર્ણય:કચ્છની સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 10નો વધારો કર્યો, 16 જૂનથી નિર્ણય અમલમાં આવશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન તરીકે વરણી બાદ વલમજીભાઈ હુંબલ તેમજ નવા નિયામક મંડળનો નિર્ણય

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી”એ પ્રતિ કિલો ફેટ રૂપિયા 10નો વધારો કરી નવા ભાવ પ્રતિ ફેટ રૂપિયા 720 જાહેર કર્યા હતા. ચેરમેન તરીકે વરણી બાદ વલમજીભાઈ હુંબલ તેમજ નવા નિયામક મંડળ દ્વારા આ હિતલક્ષી નિર્ણય લેવાયો હતો.

ભેંસના દૂધના 7% ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે ​​​​​​​સરહદ ડેરીના નવા ચેરમેન તરીકે વલમજીભાઇ હુંબલ તેમજ નવા નિયામક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તારીખ 16 જૂન, 2022થી પ્રતિ કિલો ફેટ રૂપિયા 10નો વધારો કરી નવા ભાવ પ્રતિ ફેટ રૂપિયા 720 પશુપાલકોને ચૂકવવાનું દૂધ સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના મુજબ પશુપાલકોને ભેંસના દૂધના 7% ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે. જ્યારે 4.5 % ફેટના ગાયના ભાવ પશુપાલકને પ્રતિ લીટર 36 રૂપિયા મળતા થઈ જશે.

2009માં કચ્છમાં દૂધના ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર હતા​​​​​​​ આ ઉપરાંત ચાલુ વર્ષે 40 કરોડ રૂપિયાનું પશુપાલકોને દૂધ ભાવ ફેર ચૂકવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંઘની શરૂઆત થઈ ત્યારે વર્ષ 2009માં કચ્છમાં દૂધના ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર હતા.

નવા ભાવો મુજબ પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચૂકવણું કરાશે ​​​​આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને GCMMFના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે દૂધ સંઘના નિયામક મંડળની ચૂંટણીના કારણે દૂધ સંઘ દ્વારા ભાવો વધારો કરી શકાતો ન હતો. જે પૂર્ણ થયઇ હોવાથી તાત્કાલિક આ ભાવોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરહદ ડેરી દ્વારા હંમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવ્યો છે અને આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...