કોર્ટનો ચુકાદો:કચ્છના આંગણવાડી કેન્દ્રના હેલ્પર, કાર્યકરોને ગ્રેચ્યુઇટીનો મળશે લાભ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશની ઉચ્ચ અદાલત સુધી લડતના અંતે સફળતા

દેશની ઉચ્ચ અદાલત સુધીની લાંબી લડતના અંતે કચ્છ સહિત રાજ્યના આંગણવાડી કેન્દ્રોના હેલ્પર, કાર્યકર બહેનોને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઇટીનો લાભ મળશે.

રાજકોટ જિલ્લા ભારતીય મજદુર સંઘ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી બહેનોને ગ્રેચ્યુઇટીનો લાભ મળવા અંગે કન્ટ્રોલિંગ ઓથોરિટી સમક્ષ દાદ માંગવામાં આવી હતી, જે ઓથોરિટીએ મંજૂર કરી હતી. અોથોરિટીના હુકમને સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાજ્યની વડી અદાલતના સીંગલ બેન્ચના જજ દ્વારા પણ આ ઓથોરિટીના ચુકાદાને કાયમ રાખવામં આવ્યો હતો.

જો કે, અન્ય સંગઠનો દ્વારા પણ આ જ પ્રકારની દાદ હાઇકોર્ટમાં માંગવામાં આવી હતી, જેથી વડી અદાલતની ડબલ બેન્ચ દ્વારા ચુકાદો નામંજૂર કરાયો હતો. ત્યારબાદ ભારતીય મજદુર સંઘના માર્ગદર્શક અને વકીલ હસુભાઇ દવે, ગિરિશભાઇ પેટલાદ દ્વારા સંયુક્ત રીતે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારાયો હતો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં અને ભારતીય મજદુર સંઘ અને વિવિધ સંગઠનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેથી કચ્છ સહિત રાજ્યની આંગણવાડી હેલ્પર, કાર્યકર બહેનોને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઇટીનો લાભ મળશે એમ કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ વર્ષાબેન ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...