રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ આગામી તારીખ 12 જૂનના રોજ સાંજે 4 કલાકે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલીનું આયોજન ભુજમા કરવામાં આવ્યું છે જે હીલ ગાર્ડનથી શરૂ થઈ બસ સ્ટેન્ડ સહિતના રૂટ પર ફરીને ત્રિમૂર્તિ મંદિર થઈ પરત હિલ ગાર્ડન પહોંચશે અને સાંજે 6 કલાકેથી મહાસંમેલનનું આયોજન હિલ ગાર્ડન ખાતે યોજાશે.દરેક ક્ષેત્ર રાજકીય, વ્યવસાયિક, શૈક્ષણિક અને રોજગારીમાં સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે.
આવનારી વિધાનસભાની ચૂંટણીમા જે પાર્ટી સમાજના પ્રભુત્વ વાળા વિધાનસભાઓમા સમાજને ઉમેદવારી આપશે એમની સાથે સમાજ જોડાશે અને ઉમેદવારોને વિજયી બનાવશે. ટિકિટો નહીં મળે તો પણ સમાજના ઉમેદવારને અપક્ષમા ઉભો રખાવી વિજયી બનાવીશું તેવું જણાવતા રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરી,સમાજને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરી રહ્યા છીએ.
ભુજ ખાતે આયોજિત સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અમારો ઉદેશ સમાજની એકતા, સંગઠીત્તાને મજબૂત કરવાનો છે. જિલ્લા અધ્યક્ષ ધવલ રાજ ડોડિયા અને સહઅધ્યક્ષ મેહૂલરાજ રાઠોડ સહિતનાઓ દ્વારા આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.