ભરતી પ્રક્રિયા:9મી સુધી BSF ભરતીને લઇને કોડકીનો એક તરફનો રસ્તો બંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ કેન્દ્રીય દળોની લેવાશે શારીરિક કસોટી

ભુજમાં બીએસએફ કોડકી રોડ બટાલીયન કેમ્પસમાં ભરતી પ્રક્રિયાના કારણે રોડનો એક તરફથી રસ્તો 9મી જુન સુધી સવારે 5થી 8 વાગ્યા દરમ્યાન કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતાં બીએસએફ હેડ ક્વાર્ટર કોડકી રોડ બટાલીયન કેમ્પસમાં કેન્દ્રીય દળોની વિવિધ કેટેગરીની શારીરિક ભરતી પ્રક્રિયા અન્વયે તા.19/5થી તા.9/6 સુધી દોડ માટેનો રૂટ કોડકી ચાર રસ્તાથી શરૂ થઈને આંબેડકર નગર, અમનનગર ચાર રસ્તા, ખારી નદી ચાર રસ્તા થઈ ડિ-માર્ટ થઈ પરત બી.એસ.એફ ગેટ સુધી દરરોજ સવારના 5થી 8 દરમ્યાન દોડની કસોટી લેવામાં આવશે.

જેથી કોડકી ચાર રસ્તાથી શરૂ થઈ આંબેડકર નગર, અમનનગર ચાર રસ્તા, ખારી નદી ચાર રસ્તા થઈ ડિ-માર્ટ થઈ પરત બીએસએફ ગેઇટ સુધીના રોડનો એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે કામચલાઉ ધોરણે બંધ કરવા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ, ભુજ દ્વારા ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને કે કોઇ અકસ્માત ન થાય તે હેતુથી દોડના રૂટના રસ્તામાં એક તરફનો રસ્તો તા.18/5 થી તા.9/6 સુધી બંધ કરવા દરખાસ્ત કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજાએ તા.9/6 સુધી સવારના 5થી 8 સુધી રસ્તો બંધ કરી બીજા તરફના રસ્તામાં વાહનોની અવર-જવર થાય તે રીતે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...