ચૂંટણી જો ચક્કર વિધાનસભા-2022:કચ્છમાં ચૂંટણી લડતા તમારા ઉમેદવારોને ઓળખો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી ફોર્મ ભરાયા એ તમામ પક્ષના ઉમેદવારો ‘દાગ વિહોણા’
  • 31થી 66 વર્ષની વયજૂથના મુરતિયાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવારોઅે સોગંદ પર જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધી ફોર્મ ભરનારા મુરતિયાઅોમાંથી તમામ સ્વચ્છ છબી ધરાવતા અને અેકપણ ગુન્હો નોંધાયો ન હોવાનું બહાર અાવ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.14-11, સોમવાર છે પરંતુ અત્યાર સુધીમાં 31થી 66 વર્ષના 23 મુરતિયાઅોઅે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુું છે.

કચ્છની 6 વિધાનસભા બેઠકોની ચૂંટણી તા.1-12ના યોજાશે અને અત્યાર સુધી 23 ઉમેદવારોઅે નામાંકનપત્રો ભરી દાવેદારી નોંધાવી છે. ફોર્મ ભરતી વખતે જે-તે ઉમેદવારે પોતાની સ્થાવર, જંગમ િમલકત, થાપણ, તેમના પર થયેલા પોલીસ કેસ, અભ્યાસ, ઉંમર, પરિવાર સહિતની વિગત સોગંદ પર જાહેર કરવાની હોય છે.

અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ, અામ અાદમી પાર્ટી સહિતના ઉમેદવારોઅે ભરેલા ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ તમામ ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવે છે અને અેકપણ ઉમેદવાર સામે અેકપણ કેસ થયેલો નથી, પેન્ડિંગ નથી કે, તેઅોને કોઇપણ અદાલતે કસુરવાર ઠેરવ્યો નથી. વયજૂથ પ્રમાણે ઉમેદવારોની વાત કરીઅે તો સાૈથી નાની વયના ભુજ બેઠકના અામ અાદમી પાર્ટીના અલ્પેશ જાદવા ભુડિયા 31 વર્ષ અને સાૈથી ઉંમરના ભુજ બેઠકના ભાજપના ઉમેદવાર કેશવલાલ પટેલ 66 વર્ષના છે.

અત્રે નોંધનીય છે કે, હજુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14-11, સોમવારના છે, જેથી જિલ્લાની છ બેઠકો પર ઉમેદવારી નોંધાવનારા લોકોની સંખ્યા હજુપણ વધી શકે છે અને અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અત્યાર સુધી નામાંકનપત્રો ભરનારા કયા ઉમેદવાર પર કેટલું લેણું છે? આવો જાણીએ
અત્યાર સુધી ઉમેદવારી ફોર્મ ભરી નાખ્યા છે તે પૈકી જે ઉમેદવારો પર બેન્કનું કે, અન્ય કોઇ લેણું બાકી હોય તેવા ઉમેદવારોમાં ગાંધીધામ બેઠકના કોંગી ઉમેદવાર ભરત વેલજીભાઇ સોલંકી પર રૂ.95,65,148, માંડવી બેઠકના અામ અાદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશકુમાર કરણીદાનજી ગઢવી પર રૂ.3,45,24,351, રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પર રૂ.50,78,665.48, ભુજ બેઠકના ભાજપના ઉમેદવાર કેશવલાલ શિવદાસ પટેલ પર રૂ.10,24,000, અામ અાદમી પાર્ટીના ઉમેદવારો રાજેશ કેસરા પિંડોરિયા પર રૂ.4,79,505 અને અલ્પેશ જાદવા ભુડિયા પર રૂ.2,76,412, અપક્ષ ઉમેદવાર હુસેન થેબા પર રૂ.5,77,626, અંજાર બેઠકના અામ અાદમી પાર્ટીના ઉમેદવાર અરજણ ચનાભાઇ રબારી પર રૂ.11,85,000 અને અબડાસા બેઠકના અપક્ષ ઉમેદવાર યુસુબશા સૈયદ પર રૂ.20 હજારનું લેણું બાકી છે.

2017ની ચૂંટણીના પરિણામ મુદ્દે વિરેન્દ્રસિંહ સામે હાઇકોર્ટમાં થયેલી ઇલેક્શન પિટીશન પેન્ડિંગ
રાપર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાઅે પોતાના સોગંદનામામાં જાહેર કર્યું છે કે, તેઅો 2017ની વિધાનસભાની ચૂંટણી માંડવીની બેઠક પરથી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. અા ચૂંટણીના પરિણામ સામે તે જ ચૂંટણીના અન્ય ઉમેદવાર વિજયકુમાર ચુનીલાલ શાહે હાઇકોર્ટમાં ઇલેક્શન પીટિશન દાખલ કરી છે, જે પીટિશનમાં વિરેન્દ્રસિંહ પ્રતિવાદી નંબર 3 તરીકે છે અને અા પીટિશન હાલે હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

ગુન્હા સંબંધે સુપ્રીમ કોર્ટની અા છે ગાઇડલાઇન
સુપ્રીમ કોર્ટે કરેલા અાદેશ મુજબ સંબંધિત રાજકીય ઉમેદવારોઅે પોતાના પર થયેલા કેસ અને તે કેસ અન્વયે જે-તે અદાલત દ્વારા કરાયેલી સજા, તેમજ હાલે કેસ પેન્ડિંગ છે કે કેમ તે અંગે નિયત ફોર્મ નં.સી-7માં દર્શાવીને તેની 15 હજારથી વધુ કોપી ધરાવતા અખબાર, સોશિયલ મીડિયા અને સંબંધિત પક્ષની વેબસાઇટ પર પ્રસિધ્ધિ કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...