ક્રાઇમ:ભુજના હોસ્પિટલ રોડ પરથી ધોળા દિવસે યુવકનું અપહરણ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો સાથે ઉભેલા યુવકને બ્લૂ કારમાં અજાણ્યા ઇસમો ઉઠાવી ગયા

હાલ વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ આચારસંહિતા અમલવારીમાં છે તેવા સમયે અપહરણના ગંભીર બનાવથી ચિંતા સાથે આશ્ચર્ય વ્યાપ્યું છે. ભુજના હોસ્પિટલ રોડ પરથી સાંજે 5 વાગ્યાના અરસામાં 22 વર્ષીય યુવકનું અજાણ્યા શખ્સોએ કારમાં આંતરી અપહરણ કરતાં શહેરમાં ભારે ચકચાર ફેલાઇ છે.

ભુજના અપનાનગરમાં રહેતા ફરિયાદી કાસમ અબ્દુલ મજીદ લાંગાયના જણાવ્યા મુજબ શહેરના ધમધમતા હોસ્પિટલ રોડ પર કાજલ ટી હાઉસ પાસેથી ધોળા દિવસે કોઈ અજાણ્યા બેથી ત્રણ ઈસમો બ્લૂ કલરની સ્વિફ્ટ કાર લઈ આવ્યા હતા. જ્યાંથી મિત્રો સાથે ઉભેલા ફરિયાદીના ભાઈ શકીલ અબ્દુલ મજીદ લાંગાયને અગમ્ય કારણોસર કારમાં આંતરી જઈ અપહરણ કર્યું હતું. આ અંગે ફરિયાદી કાસમે બેથી ત્રણ અજ્ઞાત ઈસમો વિરૂદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...