અપહરણ:નાનાઆસંબિયાની 16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ પંદર દિવસ પહેલા પ્રયાસ કરતા નિષ્ફળ ગયો હતો

માંડવીના નાનાઆસંબિયામાં સગીરનું લગ્નની લાલચે અપહરણનો બનાવ સામે આવ્યો છે. કોડાય પોલીસ મથકે નાનાઆસંબિયા ગામની 16 વર્ષીય સગીરાના અપહરણનો ગુનો નોધાયો છે. ભોગબનનારના પિતાએ માંડવી તાલુકાના કોજાચોરા ગામના સલીમ હુસેન સાટી સામે અપહરણની ફરિયાદ નોધાવી છે.

આરોપીએ પંદર દિવસ અગાઉ સગીરાને ભગાડી જવાના ઈરાદે પીછો કર્યો હતો. જેમાં નિષ્ફળ જતા આરોપીએ શુક્રવારે 3 વાગ્યાના અરસામાં સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. જેને કોડાય પોલીસે પ્રાગપર નજીકથી ઝડપી સગીરાને આરોપી પાસેથી છોડાવી તેના પિતાને સોપવામાં આવી હતી. સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદને પગલે કોડાય પોલીસે અપહરણ કરનાર આરોપી વિરુધ્ધ પોક્સો સહિતની કલમો તળેના ગુનામાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...