વાવેતર:રાજ્યમાં સૌથી વધારે વાવેતર સાથે કચ્છમાં ખરીફની સિઝન પૂર્ણ : નવા વર્ષથી ખેડૂતો રવિ પાક તરફ વળશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગત વર્ષે 543500 ની સામે ચાલુ વર્ષે 644900 હેક્ટરમાં વાવેતર કરાયુ
  • મગ, દિવેલા, ગુવારનું વાવેતરમાં પણ કચ્છમાં વધારે: સારા વરસાદના પગલે ડેમો ભરાયેલા હોવાના કારણે રવિ પાકમાં સિંચાઇનો લાભ મળશે

કચ્છમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ચાલુ વર્ષે ખેતીને પણ ફાયદો થયો છે. ખરીફ પાકની સિઝન પૂર્ણ થઇ છે. હવે દિવાળી પછી ખેડૂતો રવિ પાકની વાવણીમાં જોતરાશે. ચાલુ વર્ષે કચ્છમાં ખરીફ પાકનું અધધ 644900 હેક્ટરમાં વાવેતર થયું હતું. કચ્છ રાજ્યની સાથે દેશનો સાૈથી મોટો જિલ્લો છે. ભલે અહીં જમીનનો મોટો હિસ્સો રણ અને બીન ઉપજાઉ હોય, તેમ છતાં અહીંના ખેડૂતો ખેતી અને બાગાયતમાં ખૂબ અાગળ વધી રહ્યા છે. ખાસ કરીને સિંચાઇની પુરતી સુવિધા ન હોવાથી ખરીફ પાકનું કચ્છમાં વધારે વાવેતર થતુ હોય છે.

તેમા પણ જ્યારે વરસાદ સારો થયો હોય ત્યારે સમગ્ર રાજ્યમાં ખરીફ પાકનું સાૈથી વધારે વાવેતર કચ્છમાં થતુ હોય છેે. ચાલુ વર્ષે પણ કચ્છમાં સરેરાશ 456 મીમી વરસાદની સામે 849 મીમી વરસાદ પડી ગયો હતો. અામ કચ્છમાં અધધ 186 ટકા વરસાદ નોંધાયો હતો. સારા વરસાદની અસર ખેતી પર પણ થઇ હતી. કચ્છમાં કુલ 6,44,900 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જે રાજ્યમાં સાૈથી વધારે છે. કચ્છમાં બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, કપાસ, ગુવાર, શાકભાજી અને ધાસચારાનું વાવેતર કરવામાં અાવ્યું છે.

મગનું અાખા રાજ્યમાં સાૈથી વધારે વાવેતર કચ્છમાં થયું છે. તો મઠમાં અમદાવાદ બાદ કચ્છ બીજા સ્થાને છે. તલ, દિવેલા અને ગુવારના વાવેતરમાં પણ કચ્છ રાજ્યમાં પ્રથમ સ્થાને છે. કચ્છની સાથે રાજ્યમાં હવે ખરીફ પાકની સિઝન પૂર્ણ થઇ ગઇ છે. હવે રવિ પાકની વાવણી શરૂ થશે. કચ્છના કેટલાક ભાગોમાં તો રવિ પાકની તૈયારીઅો પણ શરૂ થઇ ગઇ છે. કચ્છમાં રાયડા, ઘઉં અને ઇસબગુલ સહિતના પાકોનું શિયાળામાં વાવેતર થાય છે. તો બીજીબાજુ ચાલુ વર્ષે સારા વરસાદના પગલે ડેમો પણ ભરાયેલા છે. જેના પગલે રવિ પાકને સિંચાઇનો લાભ મળશે.

આહીરપટ્ટીમાં ખરીફ પાકની લણણી, રવી પાક રામભરોસે
ગત ચોમાસે આહીરપટ્ટી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હતું.જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા નથી. પરંતુ ખેતી લાયક વરસાદ હોતા મોટા ભાગે ખેતરોમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં બીનપિયત વિસ્તારમાં વરસાદ આધારિત મગ,જુવાર,ગુવાર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેની લણણી માટે ખેડૂતો હાલ કામે લાગ્યા છે.સિંચાઇના અભાવે આ વિસ્તારમાં રવિપકનું વાવેતર કરવું અશક્ય બન્યું છે. ઉપરોક્ત તસ્વીર આહીરપટ્ટીના ખેંગારપર ગામના ખેડૂતની છે જે મગના પાકને કાપી એકઠું કરી રહ્યા છે.

કચ્છમાં પાક પ્રમાણે થયેલુ વાવેતર
પાકવાવેતર
{ બાજરી19700
{ તુવેર100
{ મગ40900
{ મઠ4200
{ અડદ700
{ અન્ય કઠોળ300
{ મગફળી65000
{ તલ34,900
{ દિવેલા190500
{ કપાસ67500
{ ગુવાર72000
{ શાકભાજી8400
{ ઘાસચારો140800
કુલ644900
રાજ્યમાં સાૈથી વધુ ખરીફ પાકનું વાવેતર અા જિલ્લાઅોમાં
જિલ્લોવાવેતર
} કચ્છ644900
} બનાસકાંઠા616500
} સુરેન્દ્રનગર598900
} અમરેલી554900
} રાજકોટ532600
અન્ય સમાચારો પણ છે...