કૃષિ:જિલ્લામાં ખરીફ પાકનું 12 દિવસમાં વધુ 40 હજાર હેકટરમાં થયું વાવેતર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1લી જુલાઈના કુલ 74384 હેકટર હતું, 12મી તારીખે 113782 હેટકરે પહોંચ્યું
  • સાૈથી વધુ કપાસની 63899, મગફળીની 18244, ઘાસચારાની 10560 હેકટરમાં વાવણી

કચ્છ જિલ્લામાં 1લી જુલાઈ સુધી ખરીફ પાકની વાવણી માત્ર 74 હજાર 385 હેટકરમાં હતી. પરંતુ, છેલ્લા 12 દિવસમાં 39 હજાર 398 હેકટરમાં વાવણી વધી હતી, જેથી 12 જુલાઈ સુધી કુલ વાવેતર 1 લાખ 13 હજાર 782 હેકટરે પહોંચી ગયું છે. જો, ખેતી લાયક વરસાદ અેટલે કે ધીમી ધારે વરસવું અને પછી ઉગાડ નીકળવું ચાલુ રહેશે તો ખેડૂતો વાવેતર વધારશે. અેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના મદદનીશ ખેતી નિયામક પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, 12મી જુલાઈ સુધી કુલ 1 લાખ 13 હજાર 782 હેકટરમાં વાવેતર નોંધાયું છે, જેમાં સાૈથી વધુ પિયત કપાસનું 63899 હેકટરમાં વાવેતર થયું છે. અે પછી મગફળીનું 16244 હેકટરમાં વાવેતર થયું છે. ત્યારબાદ કપાસનું 10560 હેકટરમાં વાવેતર થયું છે.

અે સિવાય ગુવાર 4982 હેકટરમાં, મગ 4426 હેકટરમાં, શાકભાજી 3840 હેકટરમાં બાજરી 3740 હેકટરમાં, તલ 1255 હેકટરમાં, મઠ 800 હેકટરમાં, જ્યારે અડદ અને સક્કર ટેટી જેવા અન્ય પાકો 10-10 હેકટરમાં વવાયા છે. તુવેર માત્ર 6 હેકટરમાં વવાઈ છે. જોકે, ખરેખરી સ્થિતિ હજુ હવે સ્પષ્ટ થશે.

અંજાર, ભચાઉ અને રાપરમાં બાજરી
પૂર્વ કચ્છના અંજારમાં 30 હેકટરમાં, ભચાઉમાં 565 હેકટરમાં, રાપરમાં 3145 હેકટરમાં બાજરીનું વાવેતર છે. બાકી ક્યાંય નથી. અે સિવાય મઠ માત્ર ભચાઉમાં 55 હેટકરમાં અને રાપરમાં 745 હેકટરમાં વવાયા છે. અડદ માત્ર ભચાઉમાં 10 હેકટરમાં વવાઈ છે. જ્યારે સક્કર ટેટી માત્ર નખત્રાણામાં 10 હેકટરમાં વવાઈ છે.

તાલુકા મુજબ વાવેતર

તાલુકોહેકટરમાં
અબડાસા16810
અંજાર17430
ભચાઉ8690
ભુજ17445
ગાંધીધામ135
લખપત370
માંડવી8381
મુન્દ્રા4031
નખત્રાણા15680
રાપર24810
કુલ113782
અન્ય સમાચારો પણ છે...