ફળ અને શાકભાજીના ઇંદ્રધનુષી રંગ માત્ર દેખાવ અને સ્વાદમાં જ નહીં,પરંતુ તંદુરસ્તીમાં પણ રંગ ભરી શકે છે. તેમાંય શિયાળામાં આ તમામનો ઉપયોગ શરીરને આરોગ્યપ્રદ બનાવી શકે છે, એમ ભુજની અદાણી સંચાલિત જી,કે, જનરલ હોસ્પિટલના આહારશાસ્ત્રી દ્વારા જણાવાયું હતું.પ્રત્યેક ફળ અને શાકભાજીના કલર સાથે ખાસ પોષણ જોડાયલું છે. જેમકે નારંગી કલર આંખો માટે ઉપયોગી છે. આ કલરમાં આલ્ફા અને બીટા કેરેટિન હોય છે. માનવ શરીરની રચના જ એવી કુદરતી હોય છે કે આ તત્વોને વિટામિન એ માં ફેરવી પોષણ આપે છે. આ ઉપરાંત તે શરીરમાં એન્ટિઓક્સિડેંટ તરીકે પણ કામ કરે છે. ગાજર, સંતરા અને હલ્દીમા આ ગુણ છે.
એ જ રીતે લાલ કલરવાળા શાકભાજી ફળમાં કેરેટોનીઇડ્સ હોય છે, જે શરીરમાં બનતા ફ્રી-રેડિકલ સામે રક્ષણ આપે છે. ટમેટા, સફરજન, ચેરી, તરબૂચ, સ્ટ્રોબેરીમાં પણ પ્રચુર માત્રામાં હોય છે.નીલો રંગ ક્લોરોફીલ, નાઇટ્રેટ અને વિટામિન બી-6નો ભંડાર છે. આ કલરના ફળફળાદી અને શાકભાજી રક્તવાહિનીને સ્વસ્થ રાખે છે. આ કલરના ફળો અને શાકભાજી લેવાથી યાદદાસ્ત પણ તેજ થાય છે. બ્લેકબેરી, અંજીર, બ્લૂબેરી અને બૈગની અંગૂર મહત્વના છે. જ્યારે સફેદ અને આછો પીળો કલર ધરાવતા લસણ,બટાટા,કેળાં વિગેરે. લસણમા એલિસિન મળે છે.
જે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ખૂબીથી ભરપૂર છે. હાર્ટ માટે પણ લસણ ઉપયોગી છે તેમ ડાયટેશિયન અનિલાબેન પરમારે જણાવ્યું હતું.ભોજનની થાળીમાં ફળો અને શાકભાજીનો ઇંદ્રધનુષ જરૂરી છે. કારણકે, ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય જલ્દી પ્રભાવિત થાય છે તેથી ફળો-શાકભાજી યુક્ત સંતુલિત ભોજન અને સયંમિત જીવનશૈલી અપનાવી તંદુરસ્ત રહેવાની શીખ તેમણે આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.