જન્મશતાબ્દી વંદના કાર્યક્રમ:કચ્છના સર્વાંગી વિકાસના કાર્યો દ્વારા જ કાંતિસેન શ્રોફ (કાકા)ને સાચી અંજલિ અપાય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 જળાશયનો સંકલ્પ હતો, 217 જળમંદિર થયા: પર્યાવરણ, સાહિત્ય, સંગીત સહિતના ક્ષેત્રે સવાયા કામો સંપન્ન
  • કચ્છ વિકાસના સ્વપ્નદ્રષ્ટાના 100માં જન્મદિને એક વર્ષ અગાઉ હાથ ધરાયેલા વિવિધ પાંચ પ્રકલ્પોના લેખાજોખા થયા: 101મી જન્મજ્યંતી પણ સેવાથી જ ઉજવવા નેમ

કચ્છના સર્વાંગી વિકાસના સ્વપ્ન દ્રષ્ટા કાંતિસેન શ્રોફ (કાકા)ના 100માં જન્મદિન નિમિત્તે આજે એક અનોખો એવો કાકા જન્મશતાબ્દી વંદના કાર્યક્રમ કચ્છ નવનિર્માણ અભિયાનના નેજા હેઠળ ભુજના સંચાલિત અજરખપુર સ્થિત એલ.એલ.ડી.સી. ખાતે યોજાઇ ગયો જેમાં સરહદી કચ્છના વિકાસને કેનદ્રમાં રાખીને વિવિધ પાંચ મુખ્ય પ્રકલ્પ પર સેવાભાવના સાથે કાર્ય પર પાડી કાકાને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને 100ના સંકલ્પ સામે 217 જળમંદિરોના નિર્માણ કાર્યની સરાહના કરી આગામી વર્ષના આવા કાર્યોની રૂપરેખા નક્કી કરવા આયોજન ઘડવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

આજથી બરોબર એક વર્ષ પહલા બધી સંસ્થાઓ, કંપની સી.એસ.આર. તેમજ સામાજિક કાર્યકરોએ શપથ લીધા હતા કે કાકાએ એમના જીવન દરમિયાન જે સમાજન ઉત્થાન માટે કાર્યો કર્યા એ એમના દેહ છોડ્યા પછી આપણા માટે પ્રેરણારૂપ બન્યા છે એ દિશામાં કચ્છ જિલ્લાને ધ્યાનમાં લઇને વધુ આગળ વધારવાનો છે. એના ભાગરૂપે 100 જળપ્રકલ્પ ઉભા કરવા, 100 સ્કૂલોમાં રૂપિયા 10,000 સુધીના પુસ્તક વિતરણ કરવા, યુવાનો માટે નિબંધ સ્પર્ધા, 1,00,000 વૃક્ષો ઉગાડવા, 24 સંગીતની ગામડામાં રેયાણ કરવી, 100 વિવિધ હસ્તકળાના વિશિષ્ટ નમૂનાઓ તૈયાર કરવા અને આજે એ કાર્યો સવાયા થયાની નોંધ લેવાી હતી.

જળમંદિર નિર્માણના પ્રોજેક્ટ કન્વીનર લાલ રાંભિયાએ સોને આવકાર્યા હતા. બાદ આ પ્રકલ્પોની સર્વાંગી રૂપરેખા આપી હતી. પાંચ પ્રકલ્પમાં શું શું કામગીરી હાથ ધરાઇ અને કેટલું કેટલું કામ થયું તેના મોવડીઓએ પોતાના પ્રોઝન્ટેશન કર્યા હતા. સૌ પ્રથમ જળ સંગ્રહના ભાગરૂપે વી.આર.ટી.આઇ.ના ડેપ્યુટી સી.ઇ.ઓ. કમલેન્દુ ભક્તને કચ્છ નવનિર્માણ અભિયાનના જયેશ લાલકાએ જળમંદિર પ્રોજેકટની માહિતી આપી હતી. આ પ્રોજેકટમાં 100 જગ્યાએ 217 જળાશયો બનાવ્યા. આ જળશાયો છેક લખપતથી ખડીર અને કાળો ડુંગર સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન થીમ અંતર્ગત પ્રોજેકટ સંભાળી રહેલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી વરીયા અને એગ્રોસેલ સી.એસ.આર. ટીમ તરફથી વિશાલ મિશ્રાએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમા કુકમા સાયરા નદીના આસપાસના વિસ્તારમાં એક લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે. જેના લીધે આ વિસ્તારના અલગ અલગ પ્રકારના પક્ષીઓ, સરીસૃત પ્રાણીઓ અને નીલગાય જેવા પ્રાણીઓ આવતા થયા છે.

એજ્યુકેશન અને લિટરેચર પ્રકલ્પ હેઠળ 100થી વધુ શાળાઓને પુસ્તક વિતરિત કરવામાં આવ્યા. જ્યારે બાળકો માટે ચિત્રસ્પર્ધા અને યુવાનો માટે નિબંધ સ્પર્ધાઓ યોજાઇ. સાહિત્યમાં જયંત ખત્રી 191 ચિત્રોના દસ્તાવેજ કરતું પુસ્તક લેખક કનુ પટેલ લખ્યું અને પ્રકાશિત થયું. તે પછી રિડીફાઇનીંગ ટ્રેડિશનલ ક્રાફ્ટ પ્રકલ્પ અંતર્ગત હસ્તકળાના 100 ઓબ્જેકટ તૈયાર કરવાના હતા જેમાં એક-એકથી વિશિષ્ટ એવા 128 નમૂનાઓ તૈયાર થયા. જેની કામગીરની છણાવટ કસબ સંસ્થાના પંકજ શાહ અને શ્રુજનના કિરીટ દવેએ કરી હતી.

કચ્છી લોક સંગીત (રેયાણ) પ્રકલ્પમાં ભારમલ સંજોટે ગામડાઓમાં રેયાણના કાર્યક્રમોથી થયેલી સંસ્કૃતિક જાગૃતિની વાત કરી. તેમજ ગુરૂ શિષ્ય પરંપરાથી સ્થાનિક કલાકારો, બાળકોને લોક સંગીત શીખવવાનો અનોનો પ્રયાસ પણ હાથ ધરાયો હોવાની વિગતો આપી હતી.

બધી કામગીરીની છણાવટ પછી પ્રશ્નોતરી થઇ હતી. સમાજના અગ્રણીઓ, મહાજનો, સરપંચો, કોર્પોરેટ જગતના અગ્રણીઓએ વચ્ચે સંવાદ થયો હતો અને ઘણી જ બાબતો બધાને સમજવા જાણવા મળી હતી. કચ્છ નવનિર્માણ અભિયાનના પ્રમુખ અને એગ્રોસેલ ઇંડસ્ટ્રીઝના એમ.ડી. દિપેશ શ્રોફએ વે ફોરવર્ડ ઇન 2023ની વાત કરી હતી અને તેમાં કાકાની 101મી જન્મજ્યંતિ સુધીમાં ફરી નવા સંકલ્પો અને વધુ કામગીરી હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી. એગ્રોસેલ સી.એસ.આર.ના હેડ બીરેન બ્રમાએ સૌનો અભાર માન્યો હતો. સંચાલન એલ.એલ.ડી.સી.ના પી.આર અને ઇવેન્ટસના હેડ મહેશ ગોસ્વામીએ કર્યું હતું.

જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય
કાકાના 100માં જન્મદિવસે ફરી એજ જગ્યાએ લેખાજોખા જેવા આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી દેવચરણ, આરતી ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાન્ત ગોગરી, ઇન્નોવિઝનના હિનાબેન અને પરેશભાઇ, સુમિટોમોના કિરણ ચાંદરાણી, અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહ, ફોકિયાના મેનેજિંગ ડાયરેકટર નિમેષ ફડકે, એગ્રોસેલ-સોલારિસના ડાયરેકટર રાજુભાઇ શાહ,

ખમીરના ટ્રસ્ટી સુષ્માબેન આયંગર, દિવ્યભાસ્કરના એડિટર નવીન જોશી, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાંહુસેન, સૂરજપરના સામાજિક અગ્રણી એવા નારણ પટેલ અને મનજી પટેલ, ગેલંટ મેટલના ડાયરેકટર જગમોહનસિંહ, હીરાલક્ષ્મી પાર્કના રાગિણી વ્યાસ, એન્કરના ચંદ્રેશ ગંગર, કોમ્યુનિટિ લીટર અલાના કાદુ, કચ્છ નવનિર્માણ અભિયાન તરફથી દિપેશ શ્રોફ અને લાલ રાંભિયા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...