સિદ્ધિમાં ઉમેરો:કંડલા પોર્ટે 14.4 મીટર ઊંડાઈ ધરાવતું મહાકાય જહાજ રવાના કરી સિદ્ધિ હાંસલ કરી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલાના DPAમાં અનેક નોંધપાત્ર કાર્ગો પરિવહન કામગીરી કરવામાં આવી છે
  • જહાજમાં ચૌધરી એસોસિએટ્સે કુલ 74 હજાર મેટ્રીક ટન કાર્ગો લોડ કર્યો હતો

દેશના સર્વોચ્ચ કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે 14.4 મિટર ડ્રાફ્ટ (ઊંડાળ) ધરાવતું જહાજ નિયત સ્થળે રવાના કરવા સલામત કામગીરી પાર પાડી પોર્ટ દ્વારા એક નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. એમવી રૂબી સ્ટાર નામના મહાકાય જહાજે ગઇકાલે મંગળવારે બપોરના સમયે 14.4 મિટરના ડ્રાફ્ટ સાથે સફર શરૂ કરી હતી, જે કંડલા હાર્બર વિસ્તારમાં અત્યાર સુધી કરાયેલો સર્વોચ્ચ સેલિંગ ડ્રાફ્ટ છે.

DAP ખાતે આમ તો અનેક કાર્ગો પરિવહનની કઠિન કામગીરી પાર પાડવામાં આવી છે, તેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ગઈકાલે મંગળવારે માયસ્ટીક શીપીંગ પ્રા. લી. કંપની દ્વારા 14.4 મીટર ડ્રાફ્ટ સાથેના જહાજનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ચૌધરી એસોસિએટ્સે કુલ 74 હજાર મેટ્રીક ટન કાર્ગો લોડ કર્યો હતો. જહાજને બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદર પર જવા રવાના કરવામાં આવ્યું હતું.

DPAના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશની યાદી અનુસાર જેટી અને ચેનલની આયોજનબદ્ધ કામગીરી અને કેન્દ્રિત ડ્રેજિંગને કારણે આ સિદ્ધિ શક્ય બની હતી. ડ્રાફ્ટમાં વધારાથી પોર્ટ વપરાશકર્તાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ઊંડાઈ વધુ હોય તો તે ડેડ ફ્રેઈટ ઘટાડે છે અને તેના કારણે DPAમાં કાર્ગો હેન્ડલિંગના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...