કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ નંબર:બે માસ બીજા સ્થાને રહ્યા બાદ કંડલા પુન: દેશનું પ્રથમ ક્રમાંકિત મહાબંદર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 12 સરકારી મહાબંદરો દ્વારા થયેલા કાર્ગો હેન્ડલિંગમાં કંડલા નો હિસ્સો 17 ટકા

દેશના સરકારી 12 મહા બંદરગાહોમાં કંડલા વર્ષોથી કાર્ગો હેન્ડલિંગના મામલામાં પ્રથમ નંબરે છે. જોકે અનેક પ્રોજેક્ટ હાલ અધ્ધરતાલ છે તથા કેટલાક મંજૂરીમાં અટકેલા છે. તેવામાં ચાલુ નાણાકિય વર્ષ 2022-23ના પ્રથમ બે માસ કાર્ગો હેન્ડલિંગમાં કંડલાને પૂર્વ ભારતના પારાદીપ પોર્ટે પાછળ રાખી દીધું હતું. જોકે જૂનમાં કંડલા ફરી દેશનું પ્રથમ ક્રમાંકિત પોર્ટ બની ગયું છે. ત્રણ માસના અંતે 34.48 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી કંડલા પ્રથમ સ્થાને છે. જ્યારે કંડલાથી થોડે જ પાછળ પારાદીપ પોર્ટ 34.28 MMT કાર્ગો હેન્ડલ કરી બીજા સ્થાને ખસકી ગયું છે.

અેક સમય અેવો હતો કે જ્યારે દેશના સરકારી 12 મહાબંદરગાહોમાં કંડલા પોર્ટનું એકચક્રીય શાસન હતું ! કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ સ્થાને કંડલા જ હોય ! તેની નજીકમાં પણ કોઇ મહાબંદર ન હોય ! જોકે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પારાદીપ બંદર પણ કંડલા પોર્ટને ટક્કર અાપી રહ્યું છે. બન્ને મેજરપોર્ટ વચ્ચે કાર્ગો હેન્ડલિંગ અંગે જાણે તંદુરસ્ત હરીફાઇ ચાલી રહી હોય તેમ ક્યારેક પારાદીપ તો ક્યારેક કંડલા અાગળ નીકળે છે. જોકે વર્ષના અંતે તો કંડલા જ નંબર વન હોય છે.

ચાલુ નાણાકીય વર્ષની વાત કરવામાં અાવે તો અેપ્રિલ અને મે માસમાં પારાદીપ મહાબંદર કાર્ગો હેન્ડલિંગમાં કંડલાથી અાગળ હતું. અેટલે કે કંડલા બીજા સ્થાને હતું. જોકે જૂન માસના અંતે કંડલાઅે પોતાનું પ્રથમ સ્થાન પરત લઇ લીધું છે. જોકે કંડલાઅે પ્રથમ સ્થાન ભલે લઇ લીધું પણ કાર્ગો ગત વર્ષની તુલનાઅે વધારો પારાદીપે કર્યો છે.

પારાદીપે ત્રણ મહિનામાં ગત વર્ષની તુલનાઅે 12.85 ટકા વધારે કાર્ગો હેન્ડલ કર્યો છે. જ્યારે કંડલાઅે ગત વર્ષની તુલનાઅે 6.30 ટકા વધારે કાર્ગો હેન્ડલ કર્યો છે. દેશના 12 મહાબંદરગાહોઅે અેપ્રિલથી જૂન સુધી કુલ 196 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો છે. અેટલે કે દેશના 12 મહાબંદરગાહોમાં અેકલા કંડલાઅે 17 ટકા કાર્ગો હેન્ડલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...