ભાસ્કર એક્સકલૂઝિવ:કનૈયાલાલ હત્યા કેસ; જયપુર પોલીસે ભચાઉમાં બે શખ્સોની પુછતાછ કરી

ભુજ-ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવી - Divya Bhaskar
ફાઈલ તસવી
  • મુસેવાલા બાદ દેશના વધુ એક ચકચારી મામલામાં કચ્છ કનેક્શનની કડી
  • શહેરના હિંમતપુરામાં કરી હતી તપાસ : અનેક તર્ક વિતર્ક વહેતા થયા

પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધ મુસેવાલા હત્યા કેસમાં કચ્છ કનેકશન સામે આવ્યું હતું. જે બાદ દેશની વધુ એક ઘટનામાં આ સરહદી જિલ્લાનું કનેકશન સામે આવ્યું હોવાની માહિતી મળી છે. નૂપુરશર્માનું સમર્થન કરવા બદલ રાજસ્થાનમાં બે આતંકવાદીઓ દ્વારા ટેઇલરનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. આ ઘટનામાં જયપુરની પોલીસ તપાસ માટે ભચાઉમાં આવી હોવાનું અને અહીં બે યુવકોના નિવેદન નોંધ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.

ભાજપના પ્રવકતા નુપુરશર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ઉહાપોહ મચી ગયો હતો અને કેટલાક લોકોએ સમર્થન આપતી પોસ્ટ પણ મૂકી હતી. એ દરમ્યાન રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા અને કપડાં સિવવાનો વ્યવસાય કરતા કનૈયાલાલ દરજી નામના વ્યક્તિએ પણ નૂપુરશર્માની તરફેણમાં પોસ્ટ મૂકી હોવાથી ધમકીઓ મળવાનું શરૂ થઈ ગયું હતું બાદમાં પોલીસમાં અરજી પણ અપાઈ હતી જોકે સ્થાનિક પોલીસે આ મામલાને ગંભીરતાથી ન લીધો અને બે આતંકવાદીઓ કપડા સિવવાના બહાને ટેઇલરની દુકાને આવ્યા અને છરા વડે ગળું કાપી નાખ્યું હતું.

સરાજાહેર આ હત્યા કરવામાં આવી જેનો વિડીઓ પણ ઘણો વાયરલ થયો હતો બનાવ પછી તરત જ બંને અાંતકી ઝડપાઇ પણ ગયા હતાં. જેઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે વકીલોએ પણ માર માર્યો હતો. દરમ્યાન આ ઘટનામાં આરોપીઓ સંદર્ભે કચ્છનું કનેકશન સામે આવ્યું છે જે અંતર્ગત જયપુર પોલીસની ટીમ ભચાઉમા આવી હતી.વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં જયપુર પોલીસની ટીમ આવી હતી. પોલીસ અધિકારીઓએ અહીં ઓરડીમાં રહેતા બે યુવકોને શોધી તેમની પૂછપરછ કરી હતી.

તેમના નિવેદન નોંધીને પોલીસ ટુકડી જયપુર પરત ફરી હતી. જોકે આ બનાવથી સ્થાનિકે ભારે હલચલ મચી ગઇ હતી તેમજ અનેક તર્ક વિતર્ક પણ વહેતા થયા હતા. સ્થાનિક પોલીસમાં તપાસ કરતા જયપુર પોલીસ આવી હોવાની વાતને સમર્થન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે,ખૂંખાર લોરેન્સ બીશ્નોઈ ગેંગના શાર્પશૂટર પણ તાજેતરમાં મુન્દ્રાના બારોઇમાંથી ઝડપાયા હતા જેઓએ મુસેવાલા પર ગોળીબાર કર્યો હતો તેની પહેલા દિલ્હી પોલીસે અબડાસાના નાગોર અને માંડવીમાંથી બે શખ્સને ઉઠાવ્યા હતા ત્યારે હવે જયપુર પોલીસે ભચાઉમાં તપાસ કરતા કચ્છ હવે ખૂંખાર ગુનેગારોનો અડ્ડો બનતો હોય તેવુ ચિત્ર ઉપસવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...