કચ્છ આજે પ્રવાસન હબ બન્યું છે. ત્યારે વર્ષ 2023-24માં કચ્છના પ્રખ્યાત પર્યટન સ્થળોની સાથે અન્ય યાત્રાધામો અને સ્થળોના વિકાસ માટે જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં ખાસ તો ન્યૂ યોર્ક ટાઇમ્સમાં ચમકેલા સ્થળ એવા કડિયા ધ્રોનો પણ વિકાસ કરવામાં આવશે તેવી માહિતી વિધાસભામાં બજેટ વખતે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં સરકારે જણાવ્યું હતું.
કચ્છમાં સફેદ રણ, ધોળાવીરા, માંડવી બીચ, ભુજ સ્મૃતિવન જેવા પર્યટન સ્થળોની સાથે માતાનામઢ, નારાયણસરોવર-કોટેશ્વર, અંજાર જેસલ-તોરલ સમાધી, આદિપુર ગાંધીસમાધી, હાજીપીર, ભુજ સ્વામિનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પણ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે. આમાથી કેટલાક સ્થળોએ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસકામો ચાલુ છે.
પ્રવાસન વિભાગ દ્વારા વિકાસકામો ચાલુ
સરકારે બજેટ વખતે રજૂકરાયેલા દસ્તાવેજ પ્રવૃતિની રૂપરેખામાં જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં રાજ્યના જુદા-જુદા સ્થળોની સાથે કચ્છના કડિયા ધ્રોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો ધોળાવીરાની સાથે માંડવીમાં પણ ટેન્ટ સિટી ઊભી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી માંડવીમાં કોઇને કોઇ કારણથી ટેન્ટ સિટી ઊભી કરી શકાતી નથી.
માતાનામઢનું માસ્ટર પ્લાનિંગ ચાલુ
તેવામાં વધુ એક વખત જોગવાઇ કરવામાં આવી છે. વર્ષ 2023-24માં ધોળાવીરા, માંડવી અને નારાયણસરોવરમાં સુવિધા વધારાશે તેવી વાત કરવામાં આવી હતી. તો હાલ રૂા. 32.70 કરોડના ખર્ચે માતાનામઢનું માસ્ટર પ્લાનિંગ ચાલુ હોવાનું જણાવાયુ હતું. તો નારાયણ સરોવરમાં કામ ચાલુ છે. તો કોટેશ્વરમાં વિકાસ કામો પૂર્ણ થયા છે.
ત્રિકમ સાહેબના સ્થાનકેના કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા
તો બીજીબાજુ રાપર તાલુકાના ચિત્રોડ ખાતે આવેલા ત્રિકમ સાહેબના સ્થાનકે પણ વિવિધ વિકાસકામો કરવામાં આવશે. જેની જાહેરાત તો ગયા વર્ષે સરકારે કરી હતી. જેની કુલ રૂા. 297 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે. જેની કામગીરી હાલ ટેન્ડરિંગ પ્રક્રિયામાં હોવાનું જણાવાયુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.