કોર્ટનો ચૂકાદો:86 કર્મીઓને મોંઘવારી ભથ્થું ચૂકવ્યા બાદ રિકવરી પરત કરવા ચુકાદો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુકમ છતાં કપાત કરવા બદલ કોર્ટે ભુજ સુધરાઈની ટીકા કરી
  • લોકલ ફંડને પણ આ કેસમાં જોડવા અને તેની નકલો માંગી હતી

ભુજ નગરપાલિકાના 86 જેટલા કર્મચારીઓની મોંઘવારી વધુ ચૂકવાઇ છે તેવું કારણ અાગળ ધરી સુધરાઈએ નિવૃત્તિ સમયે અને ચાલુ ફરજ દરમિયાન સુધરાઈના કર્મચારીઓના પગારમાંથી કપાત કરી હતી. જે રકમ હાઈકોર્ટે અગાઉના ચુકાદાને ધ્યાને લઈને સુધરાઇમાં કર્મચારીઓને તમામ રકમ કોર્ટના ઓર્ડર મળ્યેથી એક મહિનામાં ચૂકવી દેવા ચુકાદો આપ્યો છે.

2018ના વર્ષ માં ભુજ નગરપાલિકાઅે કર્મચારીઓ પાંચમું પગારપંચ મેળવે છે. તેમને મોંઘવારી ભથ્થું વધુ ચૂકવાઈ ગયું છે. તેવું કારણ અાગળ ધરીને મોંઘવારીની રિકવરી કરવાના આદેશો થયા હતા. જેનો નગરપાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ પણ કર્યો હતો. કર્મચારીઓ પાસેથી એફિડેવિટ કરાવી અને સહીઓ પણ લેવાઈ હતી, જેથી કર્મચારી નેતા દર્શક અંતાણીઅે વકીલ શીવાંગ શાહ મારફતે હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

હાઈકોર્ટે તે સમયે તમામ રકમ ચૂકવી દેવા આદેશ કર્યો હતો અને નગરપાલિકાને 25 હજારનો દંડ પણ કર્યો હતો. કોર્ટે તે સમયે પણ તમામ ઠરાવ અને ઓર્ડર પણ રદ્દ કર્યા હતા. અામ છતાં નગરપાલિકાએ ફરી 86 કર્મચારીઓની કપાત કરવાનું ચાલુ રાખ્યું હતું, જેથી કોર્ટે સુધરાઈની ટીકા કરી હતી અને ભવિષ્યમાં આવું ન બને તે જોવા પણ કહ્યું હતું. દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું હતું 86 જણાના રિકાવરીના મુદ્દે જો નગરપાલિકાને જો 25-25 હજારનો દંડ કરીએ તો કેટલા રૂપિયા થાય ?? તેવો સવાલ પણ ઉભો કર્યો હતો.

ઉપરાંત હાઈકોર્ટે રિકવરીના મુદ્દે લોકલ ફંડને પણ આ કેસમાં જોડવા અને તેની નકલો મોકલવા પણ આદેશો કર્યા હતા. કર્મચારીઓ કોર્ટમાં ગયા તે પહેલાં પણ જો કોઈ રકમ કપાત કરી હોય તો તે રકમ પણ ચૂકવી દેવા હાઈકોર્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...