શહેરના ધમધમતા એવા જ્યુબિલી સર્કલ પાસે એસ.ટી. બસોનો સ્ટોપ છે અને મુસાફરની અનુકૂળતા મુજબ તે રોકાતી હોય છે. પરંતુ આમ પ્રજા, અન્ય વાહનો અને ટ્રાફિકને નડતરરુપ બસો ઉભી રાખવામાં ન આવે તેવી રજૂઆત વિભાગીય નિયામકને ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.કાઉન્સિલ વતી અવનિશ ઠક્કરે જણાવ્યું છે કે, જ્યુબિલી પાંચ રસ્તાનું યોગ્ય ટ્રાફિક નિયમન થવું જોઇએ પરંતુ થતું નથી તે વાસ્તવિકતા છે. અહીં એસ ટી બસો મુસાફરો માટે બસો ઉભી રહે છે.
આ દરમિયાન સર્કલના ખૂણા ઉપર બસ ઉભી રખાતી હોવાના કારણે અન્ય વાહનો અટવાઇ જાય છે અને પરિણામે ટ્રાફીક જામ થાય છે. આમ જનતાને અને અન્ય વાહનોને અડચણરુપ ન બને તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન કરી શકાય તે જરુરી છે. સર્કલ પાસેના રસ્તાઓ ઉપર ટ્રાફિકને નડતરરુપ ન થાય તેમ બસ થોડે દૂર થોભાવવામાં આવે એ સૂચના ડ્રાઇવર કંડકટર્સને આપવામાં આવે તે જરુરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.