નખત્રાણા તાલુકાના અંતરિયાળ ગામોમાંથી ભુજ અાવવા માટે અેકપણ બસની સુવિધા નથી, તો વળી વિથોણથી નખત્રાણાની શટલ બસ પણ બંધ કરી દેવાતાં મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. જીંદાય, દેવસર, લાખિયારવીરા, ચાવડકાના લોકોને, વિથોણથી ભુજ જવા માટે બપોરે એકપણ એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ નથી. લાખિયારવીરા, ચાવડકા ગામના લોકોને દવાખાને જવા માટે, સિનિયર સિટીઝન લોકો, બહેનો માટે વિથોણ જવા માટે બપોરે એસટીની સેવા શરૂ કરવી અનિવાર્ય છે.
નખત્રાણાથી ભુજ વાયા વિથોણ, ભડલી બસ નાના અંગિયા, જીંદાય દેવસર, લાખિયારવીરા, ચાવડકા થઈને વિથોણ ચલાવવામાં આવે તો ચાર ગામના લોકોને ભુજ જવા માટે ઉપયોગી થાય તેમ છે. લાખિયારવીરા, ચાવડકા ગામના લોકોને અગાઉ ટૂંકા રૂટની એસટી નખત્રાણા-વિથોણ-નખત્રાણા બપોરે 15.45 વાગ્યે નાગલપર, નાના અંગિયા, જીંદાય, દેવસર લાખિયારવીરા, ચાવડકા થઈને વિથોણથી નખત્રાણા શટલ બસ લાંબા સમયથી બંધ થઈ ગઇ છે, જેના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
નખત્રાણાથી જીંદાય, દેવસરના લોકોને, નખત્રાણાથી લાખિયારવીરા, ચાવડકા ગામના લોકોને એસટીની સુવિધાની જરૂર છે. લાખિયારવીરા, ચાવડકાના લોકોને સરકારી દવાખાને જવા માટે, સિનિયર સિટીઝન લોકો બહેનો માટે, વિથોણ જવા માટે, ભુજ જવા માટે, વહેલી તકે, એસટી બસની સુવિધા મળે તે માટે અેસટીના વિભાગીય નિયામક ભુજને હરિદાન રાજવીર ગઢવીઅે રજૂઅાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.