તસ્કર ગેંગ સક્રિય,પોલીસ અંધારામાં:સંસ્કાર હોમમાં ઘરનો દરવાજો તોડી 13 લાખના દાગીનાની થઇ ચોરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 44 તોલાના દાગીના ઉપરના બેડરૂમના કબાટમાંથી ઉઠાવી ગયા

ભુજના એરપોર્ટ રીંગરોડ પર આવેલ સંસ્કાર હોમના મકાન નંબર 33 માંથી તસ્કરો રૂપિયા 13 લાખના સોનાના દાગીના ચોરી ગયા હતા.મકાનના ઉપરના બેડરૂમમાં કબાટમાં રાખેલ 44 તોલાના સોનાના દાગીનાની ચોરી થતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહેશ્વરીબા કિશોરસિંહ જાડેજાએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે રૂપિયા 13 લાખના સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ કરી છે.ફરિયાદીના એરપોર્ટ રીંગ રોડ પર સંસ્કાર સ્કુલની બાજુમાં આવેલા સંસ્કાર હોમમાં તા.19/12/2022 થી તા.1/1/2023 ના 10:30 વાગ્યા સુધીના સમયમાં કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાન નંબર 33 નો મેઈન દરવાજો કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

મકાનમાં આવેલ ઉપરના બેડરૂમના કબાટમાં રાખેલ રૂપિયા 13,20,000 ની કિમતના અંદાજીત 44 તોલા સોનાના દાગીના ચોર ઈસમ ઉઠાવી ગયો હતો.બનાવને પગલે ભુજ શહેર એ ડીવીજન પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...