મોતનો હાઇવે:ભચાઉના આંબરડી પાસે જીપ ચાલકે બાઇકને અડફેટે લીધુ, યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરીમાર્ગ ફરી અકસ્માત સર્જાતા રાકતરંજીત થયો

ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક ચાલક યુવકનું બોલેરો જીપ હડફેટે આવી જતા કરુણ મોત નીપજ્યું છે. આજે શનિવારે સવારે 6 વાગ્યે આમરડી નજીક ભચાઉથી દુધઈ તરફ જતા બાઈક ચાલકનું સામેથી આવતી બોલેરો જીપ હડફેટે આવી જવાથી ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનામાં ભૂજ તાલુકાના મદન-મીસીયારી આડો (બન્ની)ના 23 વર્ષીય બાઈક ચાલક ઈબ્રાહિમ જગીયાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે આસપાસ વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ બન્યા હતા.

ઉપસ્થિત લોકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, આ માર્ગની જર્જરિત હાલતના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતના બનાવ બની રહ્યા છે. જેના નિવારણ હેતુ ચક્કાજામ સહિતના આંદોલન અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ યોગ્ય નિરાકરણ લાવતું નથી. જેનો ભોગ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવીને બની રહ્યા છે.

બોલેરો પર વીજિલન્સ પીજીવીસીએલનો બોર્ડ લાગેલો હતો
આમરડી ગોલાઇ પાસે વહેલી સવારે રોંગસાઇડમાં પૂરપાટ ધસી ગયેલા બોલેરો ચાલકે બાઇક અડફેટે લેતાં યુવાનનો જીવ ગયો હતો. આ અકસ્માત જે બોલેરો ચાલકે સર્જ્યો તે જીપ ના કાચ ઉપર વિજિલન્સ પીજીવીસીએલનો બોર્ડ લાગેલો હતો.

અન્ય સમાચારો પણ છે...