ભુજની જુની રાવલવાડીમાં કામ ધંધો કરવાનું કહેતા ઉસ્કેરાયેલા દિકરાએ માતાને છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી, તો, તાલુકાના મેઘપર ગામે પુત્રએ પિતાને ધોકાથી ફટકારતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જુની રાવલવાડી ખાતે ખેતરપાડ દાદાના મંદિર પાસે રહેતા ગોમતીબેન પ્રેમજીભાઇ વાઘેલાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ મંગળવારે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી મહિલાએ તેના પુત્ર અમરત પ્રેમજી વાઘેલાએ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ તેના પુત્રને બેકાર બેસી રહેવા કરતા કઇક કામ ધંધો કર તેવું કહેતા આરોપી અમરત ઉસ્કેરાઇ ગયો હતો. અને તેની માતા ગોમતીબેને છરી વળે માર મારી છાતીની જમણી બાજુ અને સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી.
પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો, બીજી તરફ ભુજ તાલુકાના મેઘપર ગામે રહેતા વાલજીભાઇ બુધાભાઇ કોલી (ઉ.વ.52)ને તેના પુત્રએ ધોકાથી મારી મારીને ઇજા પહોંચાડતાં ઘાયલ પતિને તેમની પત્ની રીટાબેન વાલજીભાઇ કોલી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડી એમએલસીમાં નોંધ કરાવી હતી. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.